રાજ્ય સરકારે 30 એપ્રિલ એટલે કે મતદાન દિવસને પબ્લિક હોલી ડે તરીકે જાહેર કરીને કેટલીક અગત્યની માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં મતદાન કરવા જતા નાગરિકો પોતાની સાથે પોલિંગ બૂથની અંદર મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહીં.
ગુજરાતમાં 30 એપ્રિલે થનારી ચૂંટણીઓમાં દરેક પ્રાઇવેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને પેઇડ હોલી ડે આપશે. જો કંપની મતદાનના દિવસે આ રજા નહી આપે તો સરકાર દ્વારા જે તે કંપની વિરૂદ્ધ સખત પગલાં લેવામાં આવશે.
મતદાનના દિવસે મોબાઇલ ફોનના કારણે અવ્યવસ્થા ન સર્જાય તે માટે મોબાઇલ ફોન માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. મતદાનના સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોલિંગ બૂથની અંદર મોબાઇલ લઇ જવાનો પ્રતિબંધ છે. જો મોબાઇલ ફોન લઇને ગયા હશો તો ફોન તમારે સિક્યોરિટી પાસે જમા કરાવવાનો રહેશે.
આ ઉપરાંત ગરમીના કારણે બાળકોને સાથે લઇને આવેલી મહિલાઓને તકલીફ ન પડે તે માટે એક પુરૂષના મતદાન બાદ બે મહિલાઓને મતદાન કરવા દેવામાં આવશે. જેથી મહિલાઓ ઝડપથી મતદાન કરીને જઈ શકે.
જે વ્યક્તિઓ સાંજના 6 વાગ્યા પહેલા લાઇનમાં જોડાયા હશે તેને સમય વિતી ગયા બાદ પણ મતદાન કરવા દેવામાં આવશે.
વોટિંગ બૂથ પર અંધજનો તેમજ હેન્ડિકેપ વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવાની જોગવાઈ કરવી જરૂરી છે.
DP
Reader's Feedback: