લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 7મી એપ્રિલે યોજનારું છે ત્યારે આસામમાં ચકાસણી દરમ્યાન વોટીંગ મશીનને લઈને ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. આ ખુલાસો મોક વોટીંગ દરમ્યાન થવા પામ્યો હતો. જેને લઈને તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે.
7મી એપ્રિલે બે રાજ્યોમાં લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનુ છે. જેમાં આસામ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. જે માટે ઈવીએમ ઈલેક્ટ્રોનીક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એન્જિનીયર્સની દેખરેખ હેઠળ હેદરાબાદમાં નિર્માણ પામેલા ઈલેક્ટ્રોનીક્સ વોટીંગ મશીન લાવામાં આવ્યા હતા. જેનું આસામના જોરહેટ લોકસભા વિસ્તારમાં ઈવીએમની ચકાસણી માટે મોક વોટીંગ કરવામાં આવ્યું તે વખતે જ્યારે મત નાખવામાં આવ્યા ત્યારે તમામ મત ભાજપના પક્ષે જ જઈ રહ્યાં હતા. જેને લઈને અધિકારીઓ હેરાન થઈ ગયા..
જો કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારનુ કહેવુ હતુ કે જોરહટમાં એક ઈવીએમ બગડેલુ મળ્યુ છે અને ખરાબ મશીનોને મતદાન મથકમાં મોકલવામાં નહી આવે.
RP
Reader's Feedback: