Home» Sports» Indoor Games» Vijendra singh opens world championships with cracking win

વાઈરલ તાવ છતાં વિજેન્દ્રનો વિજય

એજન્સી | October 18, 2013, 01:48 PM IST

અલમાટી : ઓલમ્પિકમાં કાંસ્યપદક વિજેતા ભારતના સ્ટાર બોકસર વિજેન્દ્ર સિંહે 75 કી.ગ્રા વજનમાં બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપના પ્રથમ રાઉન્ડમાં વિજયી પ્રારંભ કર્યો છે.

વિજેન્દ્રએ ચેમ્પિયનશીપમાં મીડીલ વેટ વર્ગમાં સ્વીડનના હેમ્પસ હેનરીક્સનને સિંગલ મુકાબલામાં પરાજય આપ્યો હતો. વિજેન્દ્રસિંહ વર્લ્ડ ચચેમ્પિયનશીપમાં ચોથી વખત ભાગ લઇ રહ્યો છે. વિજેન્દ્ર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવાવાળા પ્રથમ ભારતીય બોક્સર છે. તેણે વર્ષ 2009માં મિલાન ખાતે યોજાયેલ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યુ હતું.

બિનઅનુભવી હેનરીક્સનને હરાવવા વિજેન્દ્રએ આસાનાથી હરાવી દીધો હતો. જો કે તેને વાઇરલ તાવ હોવાનું પણ જાણવા મળ્યુ છે. છેલ્લા બે રાઉન્ડમાં તો વિજેન્દ્ર એકદમ આસાનીથી જીતી ગયો હતો. તેણે આ મેચ 30-25-, 30-27, 30-27 જીતી લીધી હતી.

વિજેન્દ્રએ મેચ પુરી થયા બાદ જણાવ્યું હતું કે મને છેલ્લા કેટલાય સમયથી તાવ, શરદી અને ખાંસી છે. છતાં હું મેચ જીતવામાં સફળ રહ્યો હતો. જેનો મને આનંદ છે. તેણે કહ્યું કે હું છેલ્લા બે દિવસથી દવા લઇ રહ્યો છું. મારા કોચે મને તાવ હોવા છતાં મારા હકરાત્મક વિશ્વાસને બિરદાવ્યું હતું. કોચની સલાહથી જ હું એકદમ પોઝીટીવ રીતે રીંગમાં ઉતર્યો જેનો મને લાભ થયો હતો.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %