વહાલની વધામણીનો અવસર 'વેલેન્ટાઈન ડે'. પરંતુ આ અવસરે અત્તિખાસ વ્યક્તિઓ સામે આપણે બે બોલ પ્રેમના અભિવ્યક્ત કરવાનું પણ ભુલી જઈએ છીએ. જોકે પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી. પ્રેમની લાગણી તમે ત્યાં ગમે ત્યારે અભિવ્યક્ત કરી શકો. નાનાપણ ઉછેરીને મોટા કરનારા મા-બાપને પોતાના બાળક માટે પ્રેમ ઠાલવા માટે કોઈ દિવસ કે સમયની રાહ જોઈને બેસી રહેતા નથી.
આધુનિક સમયમાં જગત એકબીજાથી નજીક આવ્યું. જેમાં પોશાક, રહેણીકરણી, વિચાર અને સંસ્કૃતિનું આદાનપ્રદાન તેજ બન્યું. જેમાં વેલેન્ટાઈન ડે પણ આવ્યો. 14મી ફેબ્રુઆરીની ઉજવણીને લઈને દેશમાં અનેક મતો પ્રવર્તે છે. જોકે જુવાનીઓને કોણ વિરોધ કરે છે અને કોણ સમર્થન તેની કોઈ પરવાહ નથી.
વર્તમાન સમયે આધુનિક્તાની વચ્ચે યુવાનો વહાલના દરિયાસમાં પોતાના મા-બાપને ભુલી રહ્યાં છે. જીવનભર જેમણે પ્રેમની લાગણી ઠાલવી પરંતુ અંત સમયે પોતાના દિકરા-દિકરીઓના પ્રેમમાં છેતરાયેલા મા-બાપ તમને અનેક ઘરડાઘરમાં જોવા મળશે.
મા-બાપ તરફી પોતાની પ્રેમની લાગણીને આધુનિક્તાના તાપ નીચે સુખવી દીધી છે તેવા યુવક-યુવતીઓને સાચો માર્ગ બતાવા માટે એક અમદાવાદના યુવાને અનોખી કોશિષ કરી છે.અમદાવાદના યુવાન ફિલ્મ મેકર નિશાંત દલાલે તાજેતરમાં એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ તેણે ઘરડાઘરને ધ્યાને રાખીને બનાવી છે. જે ફિલ્મનું શૂટીંગ જીવન સંધ્યા ઘરડાઘરમાં કરવામાં આવ્યું છે. એક પુત્ર પોતાના તેના પિતાને ઘરડાઘરમાં મુકીને આવે છે. અને ત્યાર બાદ ફ્લેશબેકમાં તેના પિતા દ્રારા પુત્ર માટે કરવામાં આવેલા કામ અને પુત્ર પત્યે પિતાના વ્યવહારનું અદ્દભૂત નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ એકવીસ મિનિટની શોર્ટ ફિલ્મને સીએન વિધાલયમાં બતાવામા આવી હતી. અને ફિલ્મ જોયા બાદ 400 જેટલા વિધાર્થીઓને શપથ લેવડાવામાં આવ્યા હતા. જેમાં વિધાર્થીએ શપથ લીધા હતા કે તેઓ પોતાના મા-બાપને ઘરડાઘરમાં ક્યારેય નહીં મૂકે.
જ્યારે સમાજમાં પ્રેમની અભિવ્યક્તિનું મહત્વ વધી ગયુ હોય પરંતુ જીવનભર પ્રેમની લાગણીને ઠાલવનારા વૃદ્ધ મા-બાપ માટે સંતાન મ્હોં ફેરવી લેનારા કિસ્સા જ્યારે ઉજાગર થાય છે ત્યારે વેલેન્ટાઈન ડે જેવા દિવસોની થનારી ઉજવણી પણ ખોટી લાગે છે. ત્યારે અમદાવાદના યુવક દ્રારા લોનલી સનસેટ જેવી નાનકડી કચૂકડી શોર્ટ ફિલ્મ બનાવીને આ પ્રકારે શાળામાં ભણી રહેલા વિધાર્થીઓને બતાવીને તેમનો અને મા-બાપ વચ્ચેના પ્રેમના સેતૂને વધારે મજબૂત બનાવા માટે કરવામાં આવેલો પ્રયાસ પ્રેરણાદાયી કહી શકાય.
RP
Reader's Feedback: