ચૂંટણી પંચનાં નિર્દેશ અનુસાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા પર આદર્શ આચાર સંહિતા લાગૂ થશે. ચૂંટણી પ્રચાર સાથે સંબંધિત કાયદાકીય નિર્દેશ અન્ય મીડિયાની જેમ સોશિયલ મીડિયા પર લાગૂ થશે.
ચૂંટણી પંચે જે નિર્દેશ જાહેર કર્યા છે, તે મુજબ ઉમેદવારોએ ઉમેદવારી પક્ષો દાખલ કરતી વખતે પોતાનાં ઇમેઇલ આઇડી અને સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી આપવાની રહેશે.
સોશિયલ મીડિયા પર જાહેરાતોનો ખર્ચ ઉમેદવાર અથવા રાજકીય પાર્ટીનાં પ્રચાર ખર્ચમાં જોડવામાં આવશે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયાનાં ઉપયોગ સંદર્ભે તમામ રાષ્ટ્રીય તથા રાજકીય માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓ માટે જાહેર પરિપત્રોમાં કહ્યુ કે ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનાં ઉપયોગનો વિનિયમન કરવુ જરૂરી છે.
પંચે કહ્યુ કે ચૂંટણીમાં પારદર્શિતા અને સમાન અવસર આપવાની અનિવાર્યતા સોશિયલ મીડિયા પર લાગૂ થાય છે. અને વિકીપીડિયા, ટ્વિટર, યૂટ્યૂબ, ફેસબુક અને વૉટ્સએપ પર પ્રચાર સોશિયલ મીડિયાનાં ખર્ચમાં જોડાશે.
DP
Reader's Feedback: