વારાણસીમાં ભાંગફોડ કરવાના ઈરાદે આવેલા બે સંદિગ્ધ પાકિસ્તાની આતંકવાદીઓને બુધવારે રાત્રે ગોરખપુરમાંથી ઝડપાયા છે. ઉલ્લેખનીય છેકે મંગળવારે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ વારાણસીથી ચૂંટણી લડી રહ્યાં છે. તેવા સમયે આ બે આતંકવાદીઓ ઝડપાતાં સુરક્ષાની વ્યડવસ્થા વધુ સઘન કરવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.
મળતી માહિતી મુજબ, ચૂંટણી દરમિયાન હિંસા ફેલાવવાની તૈયારી કરી રહેલાં બે સંદિગ્ધ પાકિસ્તાની આતંકવાદીઓને એટીએસે ગોરખપુરથી ઝડપી લીધા છે.
નોંધનીય છેકે પોલીસને ઈન્ડિયન મુજાહિદ્દીનના અનેક આતંકીઓને પકડવામાં સફળતા મળી રહી છે. આ બે પકડાયેલા બે શખ્સને લઈને એટીએસે દાવો કર્યો છે કે એક શખ્સનું નામ મુજમ્મિલ છે જે પાકિસ્તાનના મુલ્તાનનો રહેવાસી છે. જ્યારે બીજો આતંકવાદી બરકત કોહટનો રહેવાસી છે. આતંકીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમણે વારાણસીમાં ભાંગફોડની ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે આ બન્નેને ગોરખપુરથી અયોધ્યા જતી વખતે ઝડપી લીધા હતા.
આ આતંકવાદીઓનો આત્મઘાતી હૂમલાનો પ્લાન હતો. બન્ને પાસેથી વિસ્ફોટકો અને બોંબ બનાવવનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને આતંકવાદીઓ નેપાળના રસ્તે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કર્યો હતો. અને છેલ્લા એક એક અઠવાડિયાથી તેઓ બિહારના રકસોલમાં રહેતાં હતાં.
RP
Reader's Feedback: