Home» Social Media » Tweeter Tweets» Turkey blocks twitter

તુર્કીમાં ટ્વિટર પ્રતિબંધ મુકાયો

એજન્સી | March 21, 2014, 05:39 PM IST

અંકારા :
ભ્રષ્ટાચારના આરોપો સામે ઝજૂમી રહેલા તુર્કીના પ્રધાનમંત્રી તૈયિપ ઈરોડગને સોશિયલ નેટવર્કિંગ સાઈટો પ્રતિબંધ મૂકવાની ધમકી આપ્યા બાદ અહીંના ઘમા લોકોએ ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દીધા છે. આગામી 30 માર્ચે થનારી સ્થાનિક ચૂંટણી માચે એક રેલીમાં ઈરોડગને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરની ટીકા કરતાં કહ્યું હતું હતું કે, તેમની વિરુદ્ધમાં દુષ્પ્રચાર કરનારા વિરોધીઓને આ ચૂંટણીમાં તેઓ સંપૂર્ણ રીતે સાફ કરી દેશે.
 
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે ટ્વિટરનો ઉપયોગ કરતાં કેટલાંક લોકો દ્વારા ઈરોડગનના આંતરિક વિભાગમાં ભ્રષ્ટાચાર સંબંધી કેટલાક દસ્તાવેજો તથા વોઈસ રેકોર્ડિંગ પોસ્ટ કર્યાં બાદ તુર્કીના પ્રધાનમંત્રીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. જે બાદ અમુક લોકોને ટ્વિટર એકાઉન્ટ ખોલતાંની સાથે જે સ્ક્રીન પર કાનૂની આદેશથી સાઈટ બંધ કરવાનો સંદેશો મળી રહ્યો છે.
 
સાન ફ્રાન્સિસકો સ્થિત ટ્વિટર કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી તેમણે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે કંપનીએ તુર્કીના લોકોને એસએમએસના માધ્યમથી ટ્વિટ કરવાના નિર્દેશ સાથે નવું ટ્વિટ એડ્રેસ જાહેર કર્યું છે.
 
તુર્કીની મુખ્ય વિપક્ષી પાર્ટી રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના વરિષ્ઠ ઉપપ્રમુખ અકીફ હમજાસેબીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી ટ્વિટર પર પ્રતિબંધ મુકવા પર અદાલતના ફેંસલાને પડકારશે. તેમણે કહ્યું હતું કે, પાર્ટી પર લોકોની અંગત સ્વતંત્રતા પર તરાપ મારવાના આધાર પર ઈરોડગન વિરુદ્ધમાં કેસ દાખલ કરશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %