Home» Religion» Habitation» Tree planting in home for hapiness

શુભ ફળ આપતા છોડ અને વૃક્ષો

જીજીએન ટીમ દ્વારા | May 27, 2013, 01:18 PM IST

અમદાવાદ : કેટલાક વૃક્ષોનો પ્રભાવ એટલો હકારાત્મક હોય છે કે તેને આંગણામાં રાખવાથી જ ઘરની સમૃદ્ધિમાં અને ખુશીઓમાં વધારો થતો હોય છે. કેળ, શમી, મની પ્લાન્ટ, તુલસી જેવા ઘણા ફળ, ફૂલ કે છોડ એવા છે જેને ચોક્કસ દિશા કે ખૂણામાં લગાવવામાં આવે તો વ્યક્તિને ઘણો ફાયદો થતો હોય છે.

તુલસી

પુરાણોમાં પવિત્ર એવી તુલસી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક અને હર્બલ છોડ છે. હવે તો વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા એ સાબિત થયું છે કે, તુલસીના સેવનથી ઘણા બધા રોગોનો ઉપચાર થઈ શકે છે.વાસ્તુ વિજ્ઞાન પણ એ બાબત પર ભાર મૂકે છે કે, ઘરમાં તુલસીનો છોડ તો હોવો જ જોઈએ.

તુલસનો છોડ વાવવા માટે ઉત્તર પૂર્વ દિશા એકદમ યોગ્ય છે. ઉત્તર પૂર્વમાં જો જગ્યા  ન હોય તો ઉતર કે પૂર્વ દિશામાં તુલસી રાખવા. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી પરિવારમાં ધન સંપત્તિ આવે છે અને ઘરમાં સુમેળ પણ જળવાઈ રહે છે.

અવી માન્યતા છે કે ધાબા પર તુલસીનો છોડ રાખવામાં આવે તો વીડળી પડવાનો ભય નથી રહેતો. ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તેનાથી બચવા માટે ઘરમાં તુલસીના પાંચ છોડ લગાવીને તેની નિયમિત પૂજા કરવાથી વાસ્તુદોષમાંથી  મુક્તિ મળે છે.

કેળ

વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે ઘરમાં કેળ હોવી શુભ મનાય છે. વિદ્યાર્થીઓ જો કેળના છોડની આસપાસ બેસીને અભ્યાસ કરે તો સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરી શકે છે. કેળ પણ તુલસીની જેમ જ પવિત્ર છે અને વિષ્ણુને પ્રિય છે તેમજ બૃહસ્પતિનો તેની પર પ્રભાવ રહે છે. જ્યોતિશાસ્ત્રમાં ગુરૂને ધન, વિદ્યા, તાન સુખ અને વિવાહનો કારક ગ્રહ મનાય છે. હવે એવા કેળના છોડ પણ તૈયાર કરવામાં આવે છે જેને શહેરના લોકો કૂંડામાં રાખીને ઘરમાં મૂકી શકે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ કેળને ઇશાન ખૂણામાં વાવવી જોઈએ, તેનાથી ધન વધે છે કેળ અને તુલસીને નજીક નજીક ઉગાડવાથી શુભ પ્રભાવમાં વધારો થાય છે.

શમી વૃક્ષ(ખીજડો)

જે લોકોને શનિની પનોતી ચાલતી હોય તેવના લોકોએ ખાસ શમીવૃક્ષનું પૂજન કરવું જોઈએ. તેની પૂજાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે.  વાસ્તુ પ્રમાણે જો શમીવૃક્ષની પૂજા કરીને તેની નીચે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો શનિના કુપ્રભાવથી બચી શકાય છે. નવરાત્રિમાં દશેરાના દિવસે  કાઠી દરબારો તથા રાજપૂત લોકો શમી વૃક્ષની અને પોતાના આયુધોની પૂજા કરતા હોય છે.

મનીપ્લાન્ટ મનીપ્લાન્ટ અંગે એવી માન્યતા છે કે જ્યારે ઘરમાં ખૂબ આર્થિક સદ્ધરતા હોય ત્યારે નીપ્લાન્ટની વેલ એકદમ લીલીછમ હોય છે ઘરમાંથી જ્યારે સમૃદ્ધિ ઘટવા લાગે ત્યારે આ વેલ કરમાવા લાગે છે.  વાસ્તુ પ્રમાણે મની પ્લાન્ટને અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વમાં રાખવી ઉત્તમ મનાય છે. અગિન ખૂણો ગણેશજીનો છે તથા તેનો પ્રતિનિધ ગ્રહ શુક્ર છે. વેલ અને લતાનો કારક શુક્ર હોવાથી આ ખૂણામાં મનીપ્લાનટ ફાયદો કરાવે છે.

મનીપ્લાન્ટને ક્યારેય ઇશાન એટલે કે ઉત્તર પૂર્વમાં ન રાખવો જોઈએ.

બોન્સાઈ વાંસ

વાંસને શાસ્ત્રમાં વંશ વર્ધક અને સમૃદ્ધિદાયક ગણાવ્યો છે.ભારતીય વાસ્તુ પ્રમાણે જ્યાં વાંસ હોય ત્યાં ખરાબ આત્મા ફરકતી નથી. એટલે જ હિન્દુ ધર્મમાં શુબ અવસરે ક્યાંકને ક્યાંક વાંસને ઉપયોગમાં લેવાય જ છે. ફેંગશુઈમાં પણ વાંસનું ઘણું મહત્વ છે. ફેંગશુઇમાં વાંસને દિવ્ય છોડ કહેવામાં આવે છે.

વાસંનું બોન્સાઇ સ્વરૂપ તમે ઘરમાં કે ઓફિસમાં બાઇલ કે કૂંડામાં રાખી શકો છો.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %