શહેરનો જેમ વિકાસ થાય તે તેની જન સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય તે સમજી શકાય પરંતુ તે સાથે તંત્રની જવાબદારી બને છેકે જરૂરી સેવાઓ અને સલામતી આપે શહેરીજનોને આપે. વિશ્વભરમાં ડાયમંડ નગરી તરીકે ઓળખ પામેલું સુરત શહેર ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યું છે. તેમ છતાં તંત્રને જાણે કોઈ દરકાર તેવુ વલણ અપનાવ્યું છે.
સૌપ્રથમ વાત કરીએ સુરત ટ્રાફિક પોલીસની તો, એક અહેવાલ પ્રમાણે સુરતમાં ટ્રાફિક નિયમન માટે માત્ર 280 ટ્રાફિક પોલીસ છે અને તેની સાથે 455 ટ્રાફિક બ્રિગેડના જવાનો છે.
સુતર શહેરમાં અંદાજે 50 લાખની વસ્તી છે અને અંદાજિત 22 લાખ જેટલા નાના-મોટા વાહનો છે. જેમની રોજિંદી અવર જવર છે.
ગુજરાત સરકાર દ્રારા સુરત શહેરમાં 849 ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પરંતુ 849 ટ્રાફિક પોલીસ પૈકી માત્ર 280 ટ્રાફિક પોલીસ સામેલ છે. જેમાં એક એસીપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ અને અન્ય કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે. જેથી હજૂ પણ સુરત શહેરમાં 569 જેટલી જગ્યાઓ પર ટ્રાફિક પોલીસની ભરતી થવાની બાકી છે.
હવે વાત કરીએ ટ્રાફિક બ્રિગેડની તો, ટ્રાફિક વિભાગ માટે ગુજરાત સરકાર તરફથી 520 જેટલી જગ્યા ફાળવેલી છે. જેમાંથી માત્ર 455 જગ્યા ભરાયેલી છે. જેથી હજૂ 65 જગ્યાઓ ખાલી પડેલી છે.
દિવસને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેમ છતાં સુરત ટ્રાફિક પોલીસ દ્રારા આ સંદર્ભે કોઈ જાતની દરખાસ્ત કરવામાં આવી નથી. તેમણે ફક્ત ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરીને પોતાના હાથ ઉંચા કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, ખાલી પડેલી ટ્રાફિક પોલીસની જગ્યા માટે ભરતીનું કામ શરૂ થઈ ગયું છે. અને પસંદ પામેલા પોલીસ કર્મીઓને નવ મહિનાની ટ્રેનિંગ આપ્યા બાદ સુરત શહેર ખાતે પોસ્ટીંગ કરવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે. જેથી એક સ્પષ્ટ સંકેત મળે છે હજૂ નવ મહિના સુધી શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને કોઈ સુધારો જોવા મળશે નહીં.
દિવસ દરમ્યાન તડકા ઉભા રહીને પોતાની ફરજ અદા કરી રહેલા ટ્રાફિક બ્રિગેડની હાલત દયનીય છે. એક અહેવાલ પ્રમાણે ટ્રાફિક બ્રિગેડને 140,160 અને 180 પ્રમાણે પ્રતિદીન ભથ્થું ચુકવવામાં આવે છે અને તેમાં પણ પગારમાં અમુક રૂપિયાનો વધારો ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચુકવવામાં આવે છે.
વિકાસથી ધમધમી રહેલા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની ભરતી સંદર્ભે બેકાળજી કેમ લેવામાં આવી રહી છે તે બાબત સુરતવાસીઓને સમજાઈ રહી નથી. દિવસને દિવસે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. શહેરના અમુક પોઈન્ટ પર પલભરમાં લાંબી લાંબી કતારો લાગી જાય છે તેમ છતાં ત્યાં ટ્રાફિકનું નિયમન કરનાર કોઈ પોલીસકર્મી દેખાતો નથી. જે કારણે નાના મોટા અકસ્માતો વધી ગયા છે.
CP/RP
Reader's Feedback: