Home» Education» International Education» Study on kumbh mela to be presented at harvard university

હાર્વર્ડ યુનિવર્સીટીમાં કુંભ મેળા અંગે અભ્યાસ

IANS | April 25, 2013, 03:52 PM IST

વોશિંગ્ટન : અમેરીકામાં કેમ્બ્રિજ અને મેસાચ્યુએટ્સમાં સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં આયોજીત થનારી વાર્ષિક દક્ષિણ સંગોષ્ઠીમાં ભારતના કુંભ મેળા અંગે એક અભ્યાસ રજૂ કરવામાં આવશે.

આયોજકોએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટીની દક્ષિણ એશિયન ઈન્સ્ટીટ્યુટ (એસએઆઈ)માં આયોજીત થનારી બે દિવસીય સંગોષ્ઠિમાં ધર્મ અને નાગરીક સમાજ, પ્રાચીન કળાઓ તેમજ અત્યાધુનિક ટેકનોલોજીના તાલમેળના આધારે દક્ષિણ એશિયાના સમય અનુસાર પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવશે.

આયોજકોએ કહ્યું છે કે સીમારહિત દક્ષિણ એશિયા 2013 સંગોષ્ઠિમાં દક્ષિણ એશિયામાં વિકાસ, જાતિ અન  વંશ, લિંગ તેમજ માનવાધિકાર, સામાજિક ઉદ્યમશીલતા તથા કલા વિશે ચર્ચા કરવામાં આવશે.

જાન્યુઆરીમાં અલાહાબાદની મુલાકાતે આવેલા હાર્વર્ડના 50 શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા કુંભ મેળા અંગેના અભ્યાસમાં મેળા વિશેની પ્રક્રિયાઓનો અભ્યાસ અને વિશ્લેષણ છે.

આ સંગોષ્ઠિમાં અભ્યાસકર્તાઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને શહેરી વિકાસમંત્રી મોહમ્મદ આઝમ ખાન સાથે વાતચીત કરશે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %