(ફાઇલ ફોટો)
અમદાવાદ :મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના ગ્રામ્યવિસ્તારોમાં વસતાં પ્રજાજનોની સલામતી, મિલકતના રક્ષણ તેમજ સાર્વજનિક સલામતી માટે અને લોકમેળા જેવા પ્રસંગોએ પોલીસદળને સહાયરૂપ ગ્રામરક્ષકદળમાં સેવા આપતાં 40 હજારથી વધુ જવાનો મહિલાઓના ભથ્થામાં વધારો કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ કરેલાં આ નિર્ણય અનુસાર ગ્રામરક્ષકદળના જવાનોને ફરજ દરમિયાન અપાતા દૈનિક ફરજ ભથ્થામાં રૂ. 40નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી દૈનિક ફરજ ભથ્થું રૂ. 60ને બદલે પ્રતિદિન રૂ. 100 પ્રમાણે ચૂકવવામાં આવશે.
ગ્રામરક્ષકદળના જવાનોને ફરજ ઉપર આવવા જવા માટે 8 કિ.મી.ની મર્યાદામાં અપાતા મુસાફરી ભથ્થામાં પણ વધારો કરી હવેથી રૂ. 20ને બદલે રૂ. 30 મુસાફરી ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
PP/DT
Reader's Feedback: