ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી હોય ત્યારે રાજકીય નેતાઓની મુલાકાત પણ ચર્ચાના એરણે ચઢી જતી હોય છે. વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સાથે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષની થયેલી મુલાકાત સંદર્ભે ચર્ચાઓ થઈ રહી છે.
શનિવારની રાતે બંધબારણે થયેલી આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ઉમેદવારી સંદર્ભે ચર્ચા-વિચારણા થઈ હોય તેમ સુત્રો જણાવી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ, શનિવારે ગાંધીનગર ગૃહમાં મહિસા સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર તેમજ પ્રદેશના હોદેદ્દારોની સાથે મહિલા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી વિજયાબેન રાહટકર, રાષ્ટ્રીય કારોબારી સભ્ય મુદ્રાબેન શાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમારોહ બાદ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી વિજયાબેન રાહટકર સાથે મહિલા મોરચાના અધ્યક્ષ અને માજી મેયર જ્યોતિબેને બંધબારણે બેઠક કરી હતી. આ ગુપ્ત બેઠકમાં લોકસભાની ઉમેદવારી સંદર્ભે ચર્ચા થઈ હોવાનો ગણગણાટ ભાજપની અંદર થઈ રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારી કરવાની તક ગુમાવી ચૂકેલા માજી મેયર જ્યોતિબેન પંડ્યા મહિલા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીને પોતાના ઘરે લઈ ગયા હતા. આ ત્યાં બંધબારણે મોડી રાત સુધી ચર્ચા વિચારણા થઈ હતી . લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ.જ્યોતિબેન પંડ્યાની ઉમેદવારી પ્રબળ માનવામાં આવી રહી છે. ત્યારે તેમની આ બંધબારણે કરાયેલી બેઠકથી ભાજપના વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
MS/RP
Reader's Feedback: