Home» Sports» Indoor Games» Saina nehwal wins indian open

ઈન્ડિયન ઓપનમાં ચીની દબદબા વચ્ચે સાઈનાનો સિતારો ચમક્યો

એજન્સી | January 27, 2014, 04:58 PM IST

લખનઉ :
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે આખરે ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા નિરાશાજનક સમયને ખતમ કરીને લખનઉમાં સૌયદ મોદી ઈન્ડિયન ગ્રાં.પી ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલમાં ખિતાબ પોતાના નામે કર્યો હતો.
 
ફાઈનલમાં તેણે ભારતની જ પીવી સિંધુને 21-14-, 21-17થી હાર આપી હતી. દર્શકોથી ખીચોખીચ ભરેલા બીબીડી એકેડમીમાં સાયનાએ માત્ર 40 મિનિટમાં જ સંધુને હાર આપી હતી. સાયનાએ શરૂઆતથી આક્રમક રૂપ રવૈયો અપનાવ્યો હતો. જ્યારે સંધુ માત્ર રિટર્ન જ કરતી હતી. સમગ્ર રમત દરમિયાન સંધુની રમત ખૂબજ રક્ષણાત્મક રહી હતી.
 
જીત બાદ સાયનાએ કહ્યું હતું કે ઘણી વાર પરિણામ સકારાત્મક તો ક્યારેક નકારાત્મક આવે છે. આ વર્ષે ઓછી ટુર્નામેન્ટ રમીને ફીટનેસ પર વધારે ધ્યાન આપીશ. ટુર્નામેન્ટમાં ચીની ખેલાડીઓના પડકારને પાર કર્યા બાદ સાઈનાએ કહ્યું હતું કે ચીની ખેલાડીઓ ખૂબ જ મજબૂતાઈથી રમ ે છે અને તેમની સામે લાંબા શોટ રમીને આક્રમકતા પર કાબૂ રાખીને તેમને હરાવી શકાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %