
ચૂંટણીને આડે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે ત્યારે પોતાના પક્ષને વધુમાં વધુ મત મળે તે માટે દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાએ રોડ શો કરી મતદારોનો રિઝવવાના પ્રયાસ કરી રહ્યાં છે. અમદાવાદ લોકસભાની પૂર્વ બેઠકના ઉમેદવારના પ્રચાર માટે પાર્ટીના રાષ્ટ્રીય નેતા શાઝિયા ઇલમી અમદાવાદની ઊડતી મુલાકાતે આવ્યા હતા.
શાઝિયા ઇલમીએ કહ્યું હતું, કે, અમદાવાદ પૂર્વની બેઠકના આપના ઉમેદવારની જો લોકસભાની ચુંટણીમાં હાર થશે તો તે અમદાવાદીઓની હાર કહેવાશે. આ રોડ શો બાદની સભામાં શાઝિયાએ પોતાના વિવાદમાં રહેલા મંગળવારના નિવેદન લઇને પણ સ્પષ્ટતા કરી હતી. ઉલ્લેખનીય છે કે, શાઝિયા ઇલમીએ ભષ્ટાચારના મુદ્દાને પ્રચારમાં આગળ રાખ્યો હતો. પરંતુ, કાર્યકરોની પાંખી હાજરીને લઇ રોડ શો ફલોપ રહેતા લોકોમાં ગણગણાટ જોવા મળતો હતો.
MP/DP
Reader's Feedback: