Home» Social Media » Tweeter Tweets» Researchers working on software to detect fake informations on twitter

... તો હવે ટ્વિટર પર અફવા નહીં ફેલાવી શકાય

એજન્સી | February 27, 2014, 03:19 PM IST

નવી દિલ્હી :
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ આપત્તિના સમયમાં મદદરૂપ પણ બને છે તો ઘણી વખત લોકો તેનો દુરુપયોગ કરીને અફવા પણ ફેલાવતાં હોય છે. ટ્વિટર એવું માધ્યમ છે જેના દ્વારા માત્ર થોડાં જ સમયમાં અમુક મર્યાદીત શબ્દોની માહિતી બહોળા વર્ગ સુધી પહોંચાડી શકાય છે. પરંતુ અમુકવાર ટ્વિટર દ્વારા ખોટી માહિતી કે અફવા પણ ફેલાવાતી હોય છે. ટ્વિટર પર ખોટી માહિતી વાયરલ ન બને તે હેતુથી યૂરોપના કેટલાંક સંશોધકો એક ખાસ સોફ્ટવેર તૈયાર કરી રહ્યા છે. ફીમ નામનું સોફ્ટવેર ટ્વિટર દ્વારા ફેલાવવામાં આવતી અફવાને ઓખી શકશે.
 
ટેક સાઈટ મૈશેબલ પ્રમાણે ફિમ ટ્વિટમાં આપવામાં આવતી માહિતી કે ન્યૂઝ સોર્સ શું છે તેના પર નજર રાખશે.આ ઉપરાંત તે ટ્વિટર પર થનારી ચર્ચા અને તેમાં વાપરવામાં આવતી ભાષા પર પ નજર રાખશે. શેફીલ્ડ યૂનિવર્સિટીમાં ટેક્સટ માઈનિંગ એક્સપર્ટ તથા સીનિયર  રીસર્ચર કૈલિના બોંશેવાએ જણાવ્યું હતું કે, ફીમ સનસાટી ફેલાવનાર ભાષાને પકડી શકશે.
 
આ સોફટવેર તૈયાર કરવા માટે પાંચ યુનિવર્સિટી તથા ચાર વિવિધ કંપનીઓના લોકોનો સમાવેશ થાય છે. તેઓ અગાઉના ડેટાનો અભ્યાસ કરશે અને અફવા કેવી રીતે ફેલાવવામાં આવે છે તેનો અભ્યાસ કરશે.  વોવિક યુનિવર્સિટીના પ્રોફેરસ રોબ પ્રોક્ટરે 2011માં ટ્વિટર પર ફેલાયેલી અફવા બાદ લંડનમાં થયેલા રમખાણો પર અભ્યાસ કર્યો હતો.  વર્તમાન રીસર્ચ પણ આ સ્ટડીથી પ્રેરિત છે.
 
પ્રોક્ટરના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે રમખાણકારોએ સૌથી પહેલાં લંડન ઝીમાંથ જાનવારોને આઝાદ કર્યા બાદ થેમ્સ નદીના કિનારે લાગેલા મેળામાં આગ લાગવાની અફવા ઉડાડી હતી. લોકો સમજી શક્યા નહીં કે આ બંને માહિતી અફવા છે.
 
આઈડિયા એવો છે કે ફીમ માહિતી એક ડૈશબોર્ડ પર મોકલશે, જ્યાં જર્નાલિસ્ટ ટ્વિટર પર આવેલી ખબર સાચી છે કે ખોટી તે જોઈ શકશે. સંશોધકોનું કહેવું છે કે શરૂઆતમાં ફેમ ઈમેજ કે વીડિયોની પસંદગી કરી શકશે નહીં. આ સોફ્ટવેરના પહેલા પ્રોટોટાઈપને આવતા હજુ 15-20 મહિના જેટલો સમય લાગશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %