Home» Sports» Indoor Games» Record five indians reach world boxing quarters

વિશ્વ બોક્સિંગમાં ભારતીય ખેલાડી છવાયાં

એજન્સી | October 23, 2013, 03:24 PM IST

અલમાટી : એઆઇબીએ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય મુક્કેબાજોએ એક નવો ઇતિહાસ રચી દીધો છે. ચેમ્પિયનશીપના ઇતિહાસમાં પહેલી વાર પાંચ ભારતીય ખેલાડીઓએ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગત વર્ષે બોક્સિંગની વિશ્વ ચેમ્પિયનશીપમાં ચાર ભારતીય ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શક્યા હતા.

વિશ્વ બોક્સિંગની ક્વાર્ટર ફાઇનલમાં સુમીત સાંગવાન-81 કિ.ગ્રા, વિકાસ મલિક-60 કિ.ગ્રા. અને સતીશ કુમાર 91 કિ.ગ્રામાં પોતાની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જયાર તેના અગાઉ મનોજ કુમાર-64 કિ.ગ્રા અને શિવ થાપા 56 કિ.ગ્રા.માં પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યાં છે. પાંચેય ભારતીય બોક્સિંગ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં કાંસ્ય પદથી એક સ્થાન દૂર છે. ચેમ્પિયનશીપમાં સૌથી પહેલા વિકાસ મલિક ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનાર ભારતીય ખેલાડી  બન્યા હતા.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %