કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી જિલ્લા વહીવટી તંત્રએ રહેઠાણ પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીને પોતાનું અમેઠી ખાતે બેન્ક એકાઉન્ટ ખોલવા માટે રહેઠાણ પ્રમાણપત્રની જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી રાહુલ ગાંધીના વકીલે રહેઠાણ પ્રમાણપત્ર માટે અમેઠી જિલ્લા વહીવટી તંત્રમાં અરજી કરી હતી. જેને નિયમ વિરુદ્ધ હોવાથી ડીએમ જગત રાજ ત્રિપાઠીએ રાહુલ ગાંધીને રહેઠાણ પ્રમાણપત્ર આપવા તૈયાર થયા ન હતાં.
જો રાહુલ ગાંધી રૂબરૂ અથવા કોઈ ઓથોરાઈઝ્ડ વ્યક્તિ દ્રારા અરજી કરે તો જ અમેઠી ખાતેનું રહેઠાણ પ્રમાણપત્ર મળી શકે તેમ છે. લોકસભા ચૂંટણીમાં ખર્ચનો હિસાબ રાખવા માટે રાહુલ ગાંધીને અમેઠી ખાતે એક બેન્ક એકાઉન્ટની જરૂરિયાત ઉભી થઈ છે. બેન્ક એકાઉન્ટ ખોલવા માટે સામાન્ય રીતે દરેક બેન્કમાં રહેઠાણ પ્રમાણપત્રની જરૂરિયાત ઉભી થતી હોય છે. જે કારણોર રાહુલ ગાંધીના વકીલે રહેઠાણ પ્રમાણપત્ર માટે અમેઠી જિલ્લા વહીવટી તંત્રમાં અરજી કરી હતી.
RP
Reader's Feedback: