ઝાલાવાડ પંથકમાં એભલ બહારવટિયાની રાડ બોલવા લાગી. સાંજ પડે લૂંટફાટના એક-બે બનાવો ન બને તો એભલને ઊંઘ ન આવે!
એભલનો એક નિયમ હતો કે, બાળકો અને સ્ત્રીઓને રંજાડવા નહી. ભૂખ્યા રહેવું પડેતો ભલે પણ આ નિયમમાં કોઈ બાંધછોડ કરવી નહિ. તેનો સાથીદાર પણ આ નિયમ તોડે, ભૂલ કરે તો સીધો ભડાકે જ દેવાનો!
એભલ ઝાલાવાડની ધરતીને ધમરોળે છે. પોલીસ તેની પાછળ પડી છે. બંને વચ્ચે ઝપાઝપી થાય છે પણ પોલીસને હાથતાળી આપી એભલની ટોળકી આબાદ છટકી જાય છે. પોલીસ તેનો કારસો વધારે છે. એભલ દરરોજ પોતાના ઠેકાણા બદલે છે તેમાં વચ્ચે આવે છે, રાયસાંકળી ગામ. આ ગામ દરબાર ગોપાલદાસનો ગિરાસ.
એભલે મહાત્મા ગાંધીની વાત સાંભળેલી કે આ એક નવો અને સુધરેલો બહારવટીયો છે. તેનું બહારવટું ગોરી સરકાર સામે છે. તેમની રીત સાવ જુદીને નોખી છે. હથિયાર વગર અહિંસક લડત લડે છે. રાયસાંકળીના ગિરાસદાર દરબાર ગોપાલદાસ આ સુધરેલા બહારવટિયાના સાગરિત છે! આ વાતે એભલ મૂંઝાયો.
એકબાજુ પોલીસનો ઘોંચપરોણો વધતો જાય છે. દરરોજ નવા ઠેકાણા શોધવા પડે છે. તેમાં સૌથી સલામત ઠેકાણું હોય તો રાયસાંકળીનો વિસ્તાર! અને રાયસાંકળીના દરબાર ગાંધીચિંધ્યા માર્ગે ચાલે છે...હવે કરવું શું? છેવટે એભલે નિર્ણય લીધો કે, ‘ભલે આપડું બા’રવટું ઝાલાવાડ સામે હોય પણ ઇમાં રાયસાંકળીને બાકાત ગણવું!’ આગળ કહ્યું: ‘રાયસાંકળીની હદમાં માણસને ક્યાંય હેરાનગતિ થાવી નો જોઈએ...’
ટોળી રંજાડ કરવા નીકળેલી ત્યાં પડખેના માર્ગે બે લબરમૂછિયા જણ નીકળ્યા. તે બહારવટીયા જોઈને ભાગ્યા...માલધારી જેવા હતા, એને પકડીને કાંઈ કાઢી લેવાનું નહોતું પણ કોઈને બાતમી આપી દે તો મુશ્કેલી ઉભી થાય,પકડાઈ જવાય.
આ વાત માથે દિવસોના પડીકા બંધાઈ ગયાં હશે, ટોળી રંજાડ કરવા નીકળેલી ત્યાં પડખેના માર્ગે બે લબરમૂછિયા જણ નીકળ્યા. તે બહારવટીયા જોઈને ભાગ્યા...માલધારી જેવા હતા, એને પકડીને કાંઈ કાઢી લેવાનું નહોતું પણ કોઈને બાતમી આપી દે તો મુશ્કેલી ઉભી થાય,પકડાઈ જવાય.
બેઉને પકડી લીધા. પછી પૂછ્યું: ‘એલા કયાંના છો!?’ તો કહે: ‘રાયસાંકળીના..’
‘તો તો... દરબાર ગોપાલદાસના ગામના!’ એભલે કહ્યું: ‘તો પછી આને જાવા દ્યો!’
‘ના, એમ નો જાવા દેવાય...’ એક સાથીએ કહ્યું: ‘આપડે ઠેકાણું બદલીએ પછી જ....’
બેઉ જણને સામે બેસાડ્યા. તાપ ભારે તપી રહ્યો હતો. માથું ફાટી જાય તેવા અસહ્ય તડકાના લીધે તરસ ખૂબ લાગી હતી. બહારવટીયાની બીકના લીધે મૂઠ્ઠીઓ વાળીને ભાગ્યા હતાં એટલે ગળું સૂકાતું હતું. તરસ્યે જીવ જાતો હતો. હવે કરવું શું? આમ જ સમય જાશે તો કદાચ તરસના લીધે જીવ ચાલ્યો જાશે! બેઉ જણ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયાં. થયું કે મોત તો નક્કી જ છે. બહારવટીયા જીવતા છોડશે તો તરસે મરી જાવાનું થાશે!
પણ જીવ જાતો હતો એટલે નછૂટકે બહારવટીયા સામે કાકલૂદી કરીને પાણી માગ્યું. બહારવટીયાને સૌથી મોટી મુશ્કેલી હોય તો ખાવા, પીવાની...ક્યારેક તો ભૂખના લીધે દિવસો નીકળી જાય. નછૂટકે કોઈનું ભાથું, ખાવાનું લૂંટવું પડે, પાણી ઝૂંટવીને પીવું પડે....આવાં કપરાને આકરા સંજોગોમાં આ બેઉ જણે પાણી માગ્યું. પણ એભલે તેનાં સાથીને ઈશારો કરી પાણી આપવાનું કહ્યું. સાથીદારોના જીવ કચવાયા. થયું કે, આ બેઉ જણ હમણાં ગામમાં કે એના ઘેર જઈ પેટ ભરીને પાણી પી લેશે પણ આપડે પાણી વગર ટળવળવાનું આવશે...પણ એભલે કહ્યું એટલે ના પાડી શક્યા નહિ. એક જણે પાણી આપ્યું તો મોં બગાડીને પાછું કાઢી નાખ્યું.
એભલ મૂંઝાણો. હવે કરવું શું? મીઠું પાણી મળવું મુશ્કેલ...અને આ બેઉ જણને ભલે પકડીને લાવ્યા હોય પણ કહેવાય તો મે’માન! આંગણે આવેલો કોઈ જણ ભૂખ્યો, તરસ્યો જાય તો...કાઠિયાવાડનો આશરા ધર્મ લાજે!
‘ઓય બાપા! આ તો કેમ પીવાય, ખારું ધુંધવા જેવું છે!’
વાત સાચી હતી. ઝાલાવાડ એટલે ખારોપાટ,પાણી પણ ખારું....મોંમાં ઘરે નહિ, ગળેથી પાછું આવે.
એભલ મૂંઝાણો. હવે કરવું શું? મીઠું પાણી મળવું મુશ્કેલ...અને આ બેઉ જણને ભલે પકડીને લાવ્યા હોય પણ કહેવાય તો મે’માન! આંગણે આવેલો કોઈ જણ ભૂખ્યો, તરસ્યો જાય તો...કાઠિયાવાડનો આશરા ધર્મ લાજે!
‘સાથીઓ,મીઠું પાણી હોયતો લાવો...’એભલનો આદેશ થતા સાથીઓ વિસામણમાં પડી ગયાં. મટકીમાં માંડ એકાદ-બે પ્યાલા પાણી હશે...નેસાથી કોઇ તરસ્યો થાશે તો પછી કાઢવું ક્યાંથી!? આમ જોઇએ તો પાણીના રીતસરના વલખ્યાં મારતા હતાં તેમાં આ પાણી અને ઈ પણ મીઠું પાણી માગીને ઊભા રહ્યા.
‘ભાઇ, પાણી આપો અને આશરાનો ધરમ પાળો, આપડું તો જે થાવું હશે તે થાશે!’
અને મટકી નિચોવી બેઉને પાણી પાઈ દીધું.
RM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: