યૂક્રેનની સરકારે દેશનાં ઉત્તરી હિસ્સામાં રશિયા સમર્થક અલગાવવાદિઓ વિરુધ્ધ સેના મોકલી છે. જે બાદ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી ઉચ્ચારી કે યૂક્રેન ગૃહયુધ્ધનાં આરે ઉભુ છે.
રશિયાએ જર્મન ચાન્સેલર એન્જલા મર્કેલ સાથે પુતિનની ટેલિફોનીક વાતચીત બાદ એક નિવેદનમાં કહ્યુ કે સતત વધી રહેલા વિવાદે દેશને ગૃહયુધ્ધનાં આરે લાવી દીધુ છે.
અમેરિકા અને પશ્ચિમી દેશ સમર્થિત યૂક્રેન સરકારે મંગળવારે ટૈંક મોકલી હતી. જેની રશિયાની સરકારે નિંદા કરી છે. જ્યારે અમેરિકાએ તેનું સમર્થન કર્યુ છે.
સીમાનાં 10 શહેરોની સરકારી ઇમારતો પર રશિયન સમર્થક અલગાવવાદીઓનો કબ્જો છે. યૂક્રેન સરકારે ત્યા 20 ટૈંક અને બખ્તરબંધ વાહનો મોકલ્યા હતા.
યૂક્રેનની સુરક્ષા સેવાનાં સૂત્રોએ કહ્યુ કે તેમને અવશ્ય ચેતવણી આપવી જોઇએ, જો તેમણે હથિયાર ન મુક્યા તો તેમને નાબૂદ કરવામાં આવશે.
DP
Reader's Feedback: