Home» Crime - Disaster» Terrorism» Prisoner fugitive in nadiad civil hospital gujarat crime news

નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર

એજન્સી | November 11, 2013, 02:52 PM IST

ખેડા :

ખંભાત તાલુકાના જલ્લા ગામે દસ મહિના અગાઉ પત્નિના પ્રેમીની હત્યાના ગુનામાં સંડોવાયેલ યુવાન આજે સોમવારે અગિયારમી નવેમ્બરના રોજ નડિયાદ સિવિલ હોસ્પિટલના કેદીવોર્ડમાંથી તાળુ તોડી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

 
આ ફરાર કેદી બુધાભાઈ મોતીભાઈ ચુનારા છેલ્લા ત્રણ દિવસથી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રીજનર વોર્ડમાં મેલેરિયાની સારવાર લઈ રહ્યો હતો. જે દરમ્યાન આજે સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે ફરાર થવામાં સફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ, ફરજ પર હાજર જમાદાર સવારે કુદરતી હાજતે ગયા હતા તે દરમ્યાન તકનો લાભ લઈને વોર્ડના દરવાજાનું તાળું તોડીને કેદી ફરાર થઈ ગયો હતો.
 
નડિયાદ શહેર પોલીસને આ બનાવની જાણ થતાં જ તાત્કાલીક આણંદ અને ખેડા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. અને તમામ પોલીસ મથકોને જાણ કરી ફરાર કેદી બુધાભાઈ મોતીભાઈ ચુનારાને ઝડપી પાડવાની સૂચના વહેતી કરી દેવામાં આવી હતી.
 
ઉલ્લેખનીય છેકે મોતીભાઈ ચુનારાની પત્તિની વર્ષ 2012ના ડિસેમ્બર મહિનામાં ગામમાં રહેતા વિધુર દિપકભાઈ મોહનભાઈ ફુલામાડી સાથે પ્રેમ સંબંધ હતો. અને તેની પત્ની ખંભાત તાલુકાના જલ્લા ગામે રબારીવાસ પાછળ ઝુંપડામાં રહેતી પોતાની બહેન શાંતા સાથે રહેવા આવી ગઈ હતી. જે વખતે બુધાભાઈ મોતીભાઈ ચુનારાએ 29મી જાન્યુઆરી 2013ના રોજ જલ્લા ગામમે આવીને પત્તિના પ્રેમી દિપકભાઈ ફુલામાળીને ચપ્પાના ધા મારી હત્યા કરી દીધી હતી. આ ફરાર કેદી મૂળ ભરૂચ જીલ્લામાં આવેલા જબુંસર તાલુકાના ગામ ગજેરાનો રહેવાસી છે.
 
 
RP/DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %