Home» Business» Comodity» Platinum jewelry in big selling gujarat

પ્લેટિનમ જ્વેલરીના વેચાણ માટે ગુજરાત મોટું બજાર

એજન્સી | December 12, 2013, 05:37 PM IST

અમદાવાદ :

આજે શહેરમાં યુવાપેઢીની પસંદગીને ધ્યાનમાં રાખીને પ્લેટિનમ લવબેન્ડ રિંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઇશ્વરલાસ હરજીવનદાસ જ્વેલર્સના ડિરેક્ટર કાલ્પનિક ચોક્સી તેમ જ પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલના ટ્રેડ મેનેજર રાહિલ મુહિમતુલે અને સેલિબ્રિટિ કપલ રોહિત રોય તથા માનસી જોશી રોય ઉપસ્થિત રહ્યા હતા. આજે એક ચોક્કસ વર્ગમાં  પ્લેટિનમની તેની વિવિધ વિશેષતાઓ જેવી કે, શુદ્ધતા, વ્હાઇટનેસને કારણે વધારે પસંદગી પાત્ર બની રહ્યું છે.

 
પ્લેટિનમની વધતી માંગ અંગે ઇશ્વલાલ હરજીવનદાસ જ્વેલર્સના ડિરેક્ટર કાલ્પનિક ચોકસીએ જણાવ્યું હતું કે, આજના યુવાન કપલ પોતાની સગાઈ કે લગ્ન પ્રસંગે એકબીજાને ગિફ્ટ આપવા માટે પ્લેટિનમની પસંદગી કરે  આજે 70 ટકા કપલ પ્લેટિનમ રિંગ પસદ કરે છે. જાણીતી બ્રાન્ડસ પણ હવે પ્લેટિનમ તરફ વળી છે જેમ ગોલ્ડમાં ઘડિયાળ બને છે તે જ રીતે પ્લેટિનમમાં પણ રિસ્ટ વોચની ડિઝાઇન બને છે. ડિઝાઇન માટે પીજીઆઈ દ્વારા માન્ય કરેલા આખા ભારતમાં 15 મેન્યુફેક્ચર છે અને દરેક મેન્યુફેક્ચર પાસે આશરે 5000 ડિઝાઇન્સ છે. એટલે પ્લેટિનમ જ્વેલરીમાં તમને 75,000 જેટલી ડિઝાઇનનું વૈવિધ્ય મળી શકે છે.
 
પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલના ટ્રેડ મેનેજર રાહિલ મુહિમતુલેએ જણાવ્યું હતું કે,  આજે આખા દેશમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર પ્લેટિનમ જ્વેલરી બની  છે. અને ગુજરાત તેના માટે મોટું બજાર છે.
 
MP/DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %