Home» Youth» Gadgets» Oppo launches r1 smartphone at rs 26990 cuts n1 price

ઓપોએ ભારતમાં R1 સ્માર્ટફોન લોન્ચ કર્યો

એજન્સી | May 01, 2014, 03:23 PM IST

નવી દિલ્હી :
ઓપો દ્વારા ભારતમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. R1 નામના આ સ્માર્ટફોનની કિંમત રૂ. 26,990 રાખવામાં આવી છે. ઓપો R1માં  720x1280 પિક્સલ રિઝોલ્યુશનવાળી 5 ઈંચની આઈપીએસ ડિસ્પ્લે છે. જેમાં 1.3 ગીગાહર્ટઝ ક્વોડ કોર પ્રોસેસર, માલી 400 જીપીયૂ તથા એક જીબી રેમ છે. એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે.
 
આ ફોનમાં પાછળની બાજુએ ફુઝિત્સુ સેંસરવાળો 8 મેગાપિક્સલનો કેમેરો છે. ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો છે. બંનેમાં એપ2.0 વાઈટ અપર્ચર છે. જેના કારણે ઓછા પ્રકાશમાં પણ સારી ગુણવત્તાવાળી તસવીરો મળતી હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. વાઈડ એંગલ ફ્રન્ટ કેમેરા એચડી સેલ્ફી શૂટ કરી શકાય છે. સુંદર તસવીરો માટે કેમેરામાં અલગથી ઈમેજ પ્રોસેસિંગ ચિપ છે. જેમાં 16 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ હોવાની સાથે 2140એએચ છે.
 
ઓપો આર1ના લોન્ચિંગ સાથે ઓપો એન1ની કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પહેલા આ ફોનની કિંમત 39,999 રૂપિયાથી ઘટાડીને 37,990 કરી દેવામાં આવી છે. આ ફોનની ખાસિયત તેનો ફરી શકતો કેમેરો છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %