દેશનાં પ્રથમ વોટર શ્યામ નેગી
સુરત :જિંદગીનાં 100 વર્ષ પૂરા કરી ચૂકેલા મતદારો ગુજરાતમાં સોથી વધુ સુરત જિલ્લામા છે. સુરત જીલ્લામા આવા મતદારોની સખ્યા 1239 છે, જયારે સૌથી ઓછા એટલે કે માત્ર પાંચ જ મતદારો ડાંગ જીલ્લામા છે.
રાજયના ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૧૨૩૯ મતદારો જીવનની સદી વટાવી ચૂક્યા છે. જયારે કે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં પાંચ મતદારો ૧૦૦થી વધુ વર્ષના છે. અમદાવાદમાં ૮૨૦, ભાવનગરમાં ૬૬૨, રાજકોટમાં ૪૨૪, અમરેલીમાં ૩૭૪, વડોદરામાં ૩૨૭ એવા મતદારો છે જેમની ઉંમર ૧૦૦ વર્ષ કે તેથી વધુ હોય.' અમદાવાદના અનેક મતવિસ્તારોમાં સદીવીર મતદારો નોંધવામાં આવ્યા છે. જેમાં જમાલપુર-ખાડિયા વોર્ડમાં ૧૦૦થી વધુ મતદારો ૧૦૦થી વધુ વર્ષની ઉંમરના નોંધવામાં આવ્યા છે.
રાજયમાં ૮૦થી વધુ ઉંમરના પણ પાંચ લાખથી વધુ મતદારો ચૂંટણીપંચ દ્વારા નોંધવામાં આવ્યા છે. આ તમામ મતદારો છેલ્લાં સાતથી આઠ દાયકાથી મતદાન કરીને લોકશાહીને જીવંત રાખી રહ્યા છે. મતદાનના દિવસે પણ વૃદ્ધ મતદારોની વિશેષ હાજરી જોવા મળતી હોય છે. એટલું જ નહીં અશક્ત અને બીમાર વૃદ્ધોને વ્હિલ ચેર, ખુરશી કે ખાટલા પર ઊંચકીને પણ મતદાન મથક સુધી લઈ આવવાના અનેક દ્રશ્યો જોવા મળતાં હોય છે.
Cp/DP
Reader's Feedback: