Home» Business» General» Now insurance rate will be hike

પહેલી એપ્રિલથી થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ મોંઘો બનશે

એજન્સી | March 28, 2014, 05:47 PM IST

નવી દિલ્હી :
નવા નાણાંકીય વર્ષની શરૂઆતથી જ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કરાવવાનું મોંઘું થઈ જશે. વીમા નિયામક કંપની ઈરડાના નવા પ્રસ્તાવથી કાર, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ટ્રેકટર સહિતના તમામ વાહનો માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ મોંઘુ બની જશે. દેશમાં તમામ વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કરાવવાનું ફરજિયાત છે. જે અંતર્ગત દુર્ઘટના દરમિયાન દાવાની પતાવટ કરવામાં આવે છે.
 
ઈરડાએ આપેલા નિર્દેશ અનુસાર 1000 સીસી સુધીની કાર માટે હવે 1129 રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે. તેવી જ રીતે 1000થી 1500 સીસી સુધીની કાર માટે 1332 પ્રીમિયમ ચૂકવવું પડશે. જ્યારે 1500 સીસીથી વધારે ક્ષમતાવાળી કાર પર 4109 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 1000 સીસી સુધી 941 રૂપિયા, 1001થી 1500 સીસી સુધીની કાર માટે 1110 રૂપિયા તથા 1500થી વધુ સીસીની કાર માટે 3424 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડતું હતું.
 
કારની જેમ ટુ વ્હીલર માટે પણ પ્રીમિયમ વધારી દેવામાં આવ્યું છે. એક એપ્રિલથી 75 સીસી સુધીના વાહનો માટે 455 રૂપિયા, 75થી વધારે અને 150 સીસીના ટુ વ્હીલર માટે 464 રૂપિયા અને 150થી વધારે અને 350 સીસી સુધી 462 રૂપિયા પ્રીમિય ચૂકવવું પડશે.
 
ઈરડાએ આવી જ રીતે કોમર્શિયલ વાહનોમાં પણ કેટેગરીના આધારે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સમાં ફેરફાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે  આ પહેલાં ફેબ્રુઆરીમાં એક્સપોઝક ડ્રાફટ હેઠળ ઈરડાએ 25 ટકાથી લઈને 135 ટકા પ્રીમિયમ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 
 
ઈરડા અનુસાર થર્ડ પાર્ટી પોલિસીથી મૃત્યુ વીમા ક્લેમમાં ગત ચાર વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે. વર્ષ 2012-13માં ક્લેમના કેસમાં 27.2 ટકા વધારો થયો છે. વધતાં ક્લેમની સાથે સાધારણ વીમા કંપનીઓએ હાલમાં જ ઈરડા પાસે પ્રીમિયમમાં 50-60 ટકાનો વધારો કરવાની માંગ કરી હતી.
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %