Home» Business» Commerce Services» Nokia in talks with telcos to adopt its 4g lte ready handsets

4G માટે નોકિયાએ ટેલિકોમ ઓપરેટરો સાથે વાટાઘાટો શરૂ કરી

Agencies | April 11, 2014, 12:30 PM IST

નવી દિલ્હી :

ફિનલેન્ડની હેન્ડસેટ મેકર નોકિયા દ્વારા 4જી લાયસન્સ ધરાવતા ભારતીય ટેલિકોમ ઓપરેટરો સાથે પોતાના LTE (4G) માટે તૈયાર હેન્ડસેટને અપનાવવા માટે આખરી તબક્કાની વાટાઘાટો ચાલી રહી છે. ઓપરેટરો દેશમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ટેકનોલોજી લાગુ કરવાની વ્યૂહરચના સાથે તૈયાર થવાની સાથે કંપની લો કોસ્ટ હેન્ડસેટ રજૂ કરશે.

નોકિયાના સ્માર્ટ ડિવાઈસ, ઈન્ડિયા, મિડલ ઈસ્ટ એન્ડ આફ્રિકન માર્કેટના ડાયરેક્ટર વિપુલ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, ભારતમાં એલટીઈને લઈને કંપની ભારતની યોજનાઓ લઈને ઓપરેટરો સાથે વાત કરી રહી છે. ગત સપ્તાહે નોકિયાએ નોકિયા લૂમિયા સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

લૂમિયા 635 એફડીડ બેંડ 3 કે 1800 એમએચઝેડ બેંડ સાથે ચલાવી શકાય છે. લૂમિયાના ઘણા ડિવાઈસ પહેલાથી બજારમાં છે. જેની પાસે એલટીઈ સ્પેકટ્રેમ પર ચલાવાની ક્ષમતા છે. જોકે અત્યાર સુધી બેક એન્ડ પર આ સુવિધાને કાર્યરત કરવામાં આવી નથી.

ભારતી એરટેલ, આઈડિયા સેલ્યુલર, વોડાફોન ઈંડિયા તથા નવા ઓપરેટર રિલાયન્સ જિયો ઈન્ફોમે ફેબ્રુઆરીમાં યોજાયેલી હરાજીમાં 1800 એમએચઝેડ બેંડમાં સ્પેકટ્રમ ખરીદ્યા હતા. આ કંપનીઓની યોજના એલટીઈ ટેકનોલોજીના ઉપયોગ કરીને 4જી સર્વિસ આપવાનો છે. જેમાં હાઈસ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ  ઓફર કરાશે. જેની સ્પીડ 3જી કરતાં 10 ગણી વધારે હશે.

એક સમયે ભારતમાં હેન્ડસેટ બજારમાં 70 ટકાનો હિસ્સા સાથે ટોપ રહેલી નોકિયાને ઘરેલું હેંડસેટ બનાવતી કંપનીઓને જોરદાર ટક્કર મળી રહી છે. જેના પરિણામે ડિસેમ્બર 2013માં હિસ્સો ઘટીને માત્ર 4.5 ટકા જ થઈ ગયો છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %