Home» Youth» Hot Wheels» Nissans datsun go india launched

નિસાને ભારતમાં ડેટસન ગો લોન્ચ કરી

એજન્સી | March 19, 2014, 04:02 PM IST

નવી દિલ્હી :
જાપાની કાર કંપની નિસાને ભારતમાં વધુ એક કાર લોન્ચ કરી છે. કંપનીએ કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં ડેટસન ગો કારની રજૂઆત કરી છે. જેની દિલ્હી એક્સ શો રૂમ કિંમત રૂ.3.12 લાખથી રૂ.3.69 લાખ છે.
 
આ કારની રજૂઆતથી ભારતીય કાર બજારના કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં તીવ્ર સ્પર્ધા થશે. આ કારની સીધી જ ટક્કર મારુતિ સુઝુકીની અલ્ટો 800 તથા અલ્ટો 10 ઉપરાંત હ્યુંડાઈ ઈઓન સાથે જ થશે. અલ્ટો 800ની કિંમત રૂ. 2.37 લાખથી લઈને રૂ.3.52 લાખ વચ્ચે છે ઈઓનની કિંમત 2.83 લાખથી લઈને રૂ, 3.85 લાખ આસપાસ છે. આ તમામ કિંમતો એક્સ શો રૂમ દિલ્હી પ્રમાણે છે.
 
આ રેન્જમાં નિસાન પહેલાંથી જ માઈક્રા એક્ટિવ વેચી રહી છે. ગો પણ આ સાઈઝની હૈચબેક છે, પરંતુ આશા છે કે  કંપની માઈક્રા એક્ટિવની કિંમત ઘટાડી શકે છે. ગો કારમાં પણ માઈક્રાની ડેમ 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન લાગેલું છે તથા 5 સ્પીડ ગિયરબોક્સ છે, પરંતુ તેની ફ્યૂઅલ એફિશિયન્સી વધારે સુંદર હશે.
 
નાણાંકીય વર્ષ 2016 સુધીમાં કંપની ડેટસનના વધુ ત્રણ મોડલ લોન્ચ કરશે. કંપની અગાઉથી જ ગો પ્લસ લોન્ચ કરવાની જાહેરાત કરી ચૂકી છે. માર્ચ 2012માં નિસાને જાહેરાત કરી હતી કે 2014 સુધીમાં ભારતમાં ડેટસન બ્રાન્ડની બે કાર લોન્ચ કરવામાં આવશે, જે બાદ ઈન્ડોનેશિયા, રશિયા તથા સાઉથ આફ્રિકાને ટાર્ગેટ કરવામાં આવશે.
 
નિસાન મોટર્સ ઈન્ડિયાના એમડી તથા સીઈઓ કેનિચિરો યોમુરાએ કારને લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે, ડેટસન દ્વારા અમે આ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અમને આશા છે કે નિસાનની ભારતમાં પ્રોડક્ટ વેચાણનો અડધો કે એક તૃતીયાંશ હિસ્સો અમને આ દ્વારા મળશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %