Home» International» Rest of The World» Newzeland plane accident death 2

ન્યૂઝીલેન્ડમાં વિમાન દુર્ઘટનામાં બેનાં મોત

એજન્સી | March 24, 2014, 04:49 PM IST

હેસ્ટિંગ્સ :
દસ-પંદર દિવસથી ગુમ થઈ ગયેલા મલેશિયાના વિમાનના કોઈ સગડ મળ્યાં નથી ત્યાં વિમાનને લગતાં વધુ એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં એક ચાર્ટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા એક બ્રિટિશ અને એક ન્યૂઝીલેન્ડ નાગરિકનું મોત થયું છે.
 
પોલિસે જણાવ્યું હતું કે, હેસ્ટિંગ્સ પાસે પિપર ટોમાહોક વિમાન તૂટી પડ્યું હતું. જેના કારણે તેમાં સવાર બ્રિટનના ક્રિસ્ટોફર હોવેલ (46) તથા ન્યૂઝીલેન્ડના ક્રિસ્ટોફ રોલિંગ (48)નું મૃત્યું થયું હતું. વિમાન કયા કારણોસર તૂટી પડ્યું તે અંગેની કોઈ માહિતી હજુ સુધી મળી નહોતી.
 
ઉડ્ડયન મંત્રાલય દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ વિમાન એક સ્થાનિક વિમાન ક્લબનું હતું. તેથી હવે લોકો વિમાનમાં બેસતાં પહેલાં બે વખત વિચાર કરે તો નવાઈ નહીં.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %