Home» Youth» Hot Wheels» New bajaj discover 150f in the pipeline

થોડાં જ મહિનામાં બજાજ ડિસ્કવર 150F લોન્ચ કરશે

એજન્સી | April 05, 2014, 03:07 PM IST

નવી દિલ્હી :
બજાજ દ્વારા 150સીસીની નવી બાઈક બજારમાં ઉતારવાનું આયોજન થઈ રહ્યું છે. બજાજ ઓટો દ્વારા પરફોર્મન્સ પર ધ્યાન આપતી પલ્સર 400 એસએસ તથા પસ્લર 400 સીએસને થોડા સમય પહેલાં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ હકીકત એ છે કે કંપની પોતાના ટાર્ગેટ માર્કેટ પરથી ધ્યાન હટાવશે નહીં તેથી સામાન્ય વ્યક્તિને પોસાય તેવી પ્રોડક્ટો બનાવશે.
 
ડિસ્કવર સીરિઝની નવી બાઈક રજૂ કરીને કંપનીની યોજના ડિસ્કવર મોડલ્સમાં દબદબો બનાવી રાખવાની છે.  જોકે, તેના કારણે ડિસ્કવર 135 અને 150નું ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે. બજાજના આ મહત્તવાકાંક્ષી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, બજાજે 150 સીસીની નવી મોટરસાયકલ વિકસાવી છે. જે આ સીરીઝમાં તમામ ગુણ સમાયેલા છે. તેનું નામ ડિસ્કવર 150 એફ રાખવામાં આવી શકે છે.
 
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આમાં મોનો-શોક રિયર સસ્પેંશન હશે, લાંબી આરામદાયક સીટ હશે. પેટલ ફ્રન્ટ જિસ્ક ઉપરાંત કિસ્કવર અલોય વ્હીલ હશે. ઈલેકટ્રીક સ્ટાર્ટની સાથે કિક સ્ટાર્ટ ફીચર પણ આમાં હશે. સિંગલ સિલિંડર, ટ્વિન સ્પાર્ક, એર કૂલ્ડ એન્જિન હશે. જેમાં 4 વાલ્વ હશે. ફ્રન્ટ ફેયરિંગની સાથે 3થી4 કિલોગ્રામ વધારે વજન હશે. આ બાઈક 14પીએસ સુધીનો પાવર પ્રોડયુસ કરે છે. 
 
પૂણે એક્સ શો રૂમમાં તેની કિંમત રૂ.58,500 હોઈ શકે છે. હાલમાં બાઈકનું ટેસ્ટિંગ આખરી તબક્કામાં છે તથા તેને આગામી થોડાંક મહિનાઓમાં લોન્ચ કરવામાં આવી
શકે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %