Home» Religion» Pilgrimage & Festival» Navratri begins 04 10 13

નવલાં નોરતાં આજથી શરૂ

જીજીએન ટીમ દ્વારા | October 04, 2013, 11:59 PM IST

અમદાવાદ :

આજથી નવ રાત્રી સુધી જગદંબેની પૂજા- અર્ચના કરી તેમને ખુશ કરવાનાં દિવસો એટલે નવલાં નોરતાંની નવરાત્રી. મા દુર્ગાના નવ રૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધદાત્રી દેવીનો સમાવેશ થાય છે. શ્રી દેવી ભાગવત અનુસાર નવરાત્રિ વ્રતનો મહિમા વિશેષ છે.

આ નવ દિવસ દરમિયાન મા જગતજનની અંબાની વિશેષ આરાધના કરી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. શ્રીરામે નવરાત્રિ દરમિયાન વ્રત કરીને દશેરાને દિવસે લંકાના રાવણનો વધ કર્યો હતો. આ નવલાં નોરતાંમાં માતાજીની કૃપા મેળવવા માટે નવરાત્રિ દરમિયાન નવાર્ણમંત્ર યુક્ત યંત્રનું પૂજન, અર્જન, ધ્યાન ધરવું.

જેમ શ્રાવણ માસમાં ભાવિકો શિવઆરાધના તેમજ કૃષ્ણ જન્મના વધામણા કરે, અધિક ભાદ્રપદ માસમાં પુરુષોત્તમ ભગવાન તેમજ કૃષ્ણની ભક્તિ કરે, ગણેશોત્સવમાં ગણપતિની ભક્તિ કરતાં જોવા મળે તેમ મા આદ્યશક્તિની આરાધના મહાપર્વમાં કરવામાં આવે છે.  આસો નવરાત્રી એ આધ્યાત્મિક ઉત્સવ ગણાય છે, જેને શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિને પગલે વિવિધ સ્થળોએ ઘટ સ્થાપનો, ચંડીપાઠ સ્તવન, હોમહવન, અનુષ્ઠાન કરવામાં આવશે.

મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માઇભક્તો માની આરાધના, ભક્તિમાં લીન થઇ જશે તો બીજી તરફ સંગીતના તાલે ઝુમવા માટે ખેલૈયાઓ તૈયાર થઇ ગરબા રમશે. ગરબે ઝૂમવા ખેલૈયાઓ નવ દિવસ સુધી શહેરમાં મોડી રાત સુધી જાગશે. શહેરમાં દૂર દૂર સુધી ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાના અવાજથી વાતાવરણ ગુંજશે.

DT/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %