Home» Sports» Tennis» Nadal sharapova out at indian wells

ઈન્ડિયન વેલ્સમાંથી નડાલ અને શારાપોવા બહાર

એજન્સી | March 11, 2014, 05:55 PM IST

કેલિફોર્નિયા :
અલેકસાંદ્ર દોલગોપોલોવે દુનિયાના નંબર એક ટેનિસ ખેલાડી અને વર્તમાન ચેમ્પિયન રાફેલ નડાલને 6-3,3-6,7-6થી હરાવીને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં મોટો ઉલેટફેર કર્યો હતો. રોઝર ફેડરર તથા એન્ડી મેને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાક્કું કરવા મારવા માટે જોરદાર સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે મહિલામાં રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા તથા ઈવાનોવિચે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
 
વિશ્વમાં 31 નંબરના યુક્રેન ખેલાડી દોલગોપોલોવે સ્પેનના સુપરસ્ટાર નડાલ વિરુદ્ધ પહેલી વાર જ વિજય મેળવ્યો હતો. આ પહેલા થયેલા પાંચેય મુકાબલામાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં બે અઠવાડિયા પહેલાં રિયો ડી જાનેરામાં રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે. નડાલ 2006થી દર વર્ષે ઈન્ડિયન વેલ્સની સેમીફાઈનલ સુધી અવશ્ય પહોંચતો હતો. આ દરમિયાન તેણે 2007, 2009  અને ગત વર્ષે ટ્રોફી જીતી હતી. ત્રીજા અને અંતિમ સેટમાં નહાલ એક સમયે 5-3થી પાછળ ચાલી રહ્યો હતો. તેણે દોલગોપોલોવની સર્વિસ તોડીને મેચમાં પરત ફરતા આ સેટ ટાઈબ્રેકરમાં પરિણમ્યો હતો. દોલગોપોલોવે ધૈર્ય ગુમાવ્યું નહોતું અને ટાઈબ્રેકરમાં 7-5થી જીત મેળવી હતી.
 
દોલગોપોલોવે જીત બાદ કહ્યું હતું કે મને ખૂબ સારું લાગી રહ્યું છે. આ ખૂબ મોટી જીત છે અને મેં વર્તમાન ચેમ્પિયન તથા દુનિયાના નંબર એક ખેલાડીને હરાવ્યો છે. નડાલે કહ્યું હતું કે, તે ખૂબ સારું રમ્યો હતો. મારી પાસે જીતવાના ઘણા મોકા હતા પરંતુ બેસલાઈનમાં ઉત્કૃષ્ટ રમત રમી નહોતી. 
 
નાદાલ બહાર થયો હતો ત્યાં જ શારાપોવાએ 58 ભૂલ કરીને પ્રથમ હાર નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિમ્બલડન બાદ ટોચના 30 રેન્કરો બહાર શારાપોવાની આ પ્રથમ હાર છે. શારાપોવાએ જણાવ્યું હતું કે, તેણે મને જરા પણ લય પકડવા દીધી નહોતી. તે પહેલેથી જ આક્રમક રહી હતી.
 
ટેનિસ વિશ્વમાં 79મો ક્રમ ધરાવતી જિયોર્જી આ સાથે જે ઈન્ડિયન વેલ્સ માટે પ્રથમવાર ક્વોલીફાય થઈ છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %