Home» Politics» Vibrant Gujarat» My grand mother in the form of ganga has called narendra modi to kashi advani

મારા દાદીએ જ ગંગા સ્વરુપમાં મોદીને કાશી બોલાવ્યા: અડવાણી

જીજીએન ટીમ દ્વારા | April 26, 2014, 12:38 PM IST

અમદાવાદ :

ભાજપનાં વરિષ્ઠ નેતા અને ગાંધીનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીનાં ભરપૂર વખાણ કર્યા. ગુજરાતમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીઓમાં મતદાન અનિવાર્ય બનાવવા સંબંધિત કાયદો બનાવવાને લઇને અડવાણીએ મોદીની પ્રસંશા કરી. સાથે એમ પણ કહ્યુ કે તેમની દાદીનું અવસાન કાશીમાં થયુ હતુ, અને તેમની દાદીએ જ ગંગાનાં રૂપમાં મોદીને કાશી બોલાવ્યા છે.

અડવાણીએ કહ્યુ કે ચૂંટણી વોટ આપવા આપણું કર્તવ્ય છે. પૈસાદાર લોકો હંમેશા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરે છે. પણ તેઓ વોટિંગ નથી કરતા. ત્યારે આ બાબતે કાયદો લાવવા માટે હું મોદીને અભિનંદન આપુ છું. જેથી મતદાનને અનિવાર્ય બનાવી શકાય. અનિવાર્ય મતદાન કાયદો હજુ લાગુ નથી થયો, કેમ કે રાજ્યપાલે હજુ સુધી હસ્તાક્ષર નથી કર્યા.

અડવાણીએ કહ્યુ કે  1952થી મેં દરેક ચૂંટણીમાં ભાગ લીધો. જ્યારે ભારત આઝાદ થયુ ત્યારે અમને સૌને આશા હતી કે રાષ્ટ્ર 2000 બાદ સુવર્ણયુગમાં પ્રવેશ કરશે. પણ એવુ નથી થયુ. ત્યારે અમને આશા હતી કે 21મી સદીમાં પરિસ્થિતી  બદલાશે. પણ એવુ કાંઇ જ નથી થયુ. પણ હવે મને લાગે છે કે અમારુ સપનું આગામી 5 વર્ષમાં સાચુ થશે, કેમ કે અમે આગામી સરકાર બનાવીશુ.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %