Home» India» Law Justice» Muzaffarnagar riots improper riots due to up government

મુઝફ્ફનગર રમખાણ બાબતે યૂપી સરકારને સુપ્રીમ કોર્ટનો ઠપકો

Agencies | March 26, 2014, 12:02 PM IST

નવી દિલ્હી :

મુઝફ્ફરનગર રમખાણને લઈને યૂપી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ બુધવારે આ કેસ પર સુનાવણી કરતા કહ્યું કે યૂપી સરકારની બેદરકારીને કારણે આ રમખાણ થયું. કોર્ટે યૂપીની અખિલેશ સરકારને ઠપકો આપતા કહ્યું કે રાજ્યમાં હાલત બગાડવાને માટે પૂરી રીતે પ્રશાસન જવાબદાર રહ્યું. સાથે જ કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું કે મુઝફ્ફરનગર રમખાણની તપાસ SIT કે CBIને નહી સોંપવામાં આવે. કોર્ટે કહ્યું કે યૂપી સરકાર રમખાણને રોકવામાં પૂરી રીતે નિષ્ફળ રહી છે.

સુપ્રીમ કોર્ટે કડક ટીકા કરતા કહ્યું કે રાજ્ય સરાકારે શરૂઆતમાં જ ઢીલી રહ્યી, જેના કારણે હિંસા ભડકી, કોર્ટે રમકાણોમાં અસર થયેલા પરિવારને પોલીસ સુરક્ષા આપવાને માટે કહ્યું છે, કોર્ટે રાજ્ય સરકારના આ તર્કને નકારી કાઢ્યું છે કે લોકોના ભારે વિરોધના કારણે તેઓ શરૂઆતમાં આરોપીઓની ધરપકડ ના કરી શક્યા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં યૂપી સરકારની વિરૂદ્ધ રમખાણ પર સાચી રીતે કાર્યવાહી ના કરવાના આરોપમાં અરજી આપવામાં આવી હતી, જેના જવાબમાં અખિલેશ સરકારે કહ્યું હતું કે તેઓ આરોપીઓને આ જ કારણ ધરપકડ નથી કરી શકતા, કેમકે સ્થાનીક લોકો પોલીસના કાર્યમાં અડચણ ઉભી કરી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુઝફ્ફરનગર અને શામલીમાં થયેલા રમખાણમાં 48 લોકોની મોત થઈ ગઈ હતી અને હજારોની સંખ્યામાં પરિવાર બેઘર થયા હતા.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %