(ફાઈલ ફોટો)
મુંબઈ :દેશ આજે મુંબઈ હુમલાની પાંચમી વરસી પર આંસુ સાથે શહીદો અને નિર્દોષ લોકોને યાદ કરી રહ્યા થે જે પાકિસ્તાનથી આવીને ભારતની ધરતી પર આવેલા આતંકવાદીઓના હાથે શિકાર બન્યા. આજે 26/11 મુંબઈ હુમલાની પાંચમી વરસી છે.
મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સહિત કેટલાક નેતાઓએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. આ સિવાય શશિ થરૂરે પણ શહીદોને શ્રધ્ધાંજલિ આપી. હજી સુધી મુંબઈગરોને ન્યાયની જરૂર છે કેમકે આ આતંકિઓના ગુરૂ આજે પણ પાકિસ્તાનની જમીન પર રહીને હિન્દુસ્તાન વિરૂધ્ધ જેહાદનું એલાન કરી રહ્યા છે.
સપનોની નગરી મુંબઈ જેવું મોટું શહેર 26 નવેમ્બર 2008 ઓચિંતું જ થંભી ગયું હતું. મુંબઈગરોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આતંકવાદી આ રીતે કહેર વરસાવશે. દસ પાકિસ્તાની આતંકી સમુદ્ર રસ્તાથી મુંબઈમાં દાખલ થયા અને અચાનક મુંબઈના પાંચ વિસ્તારમાં ગોળી અને બોમ્બ ફેંકવાની શરૂઆત કરી દીધી. જે જગ્યા નક્કી કરાઈ. તે બધી જ મુંબઈની ઓળખાણ છે. તાજ હોટલ, ઓબરોય હોટલસ લિયોપોલ્ડ કેફે, છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન અને નરીમન હાઉસ. ભલેને હુમલા કરનાર ગુનેગારોને સજા મળી ગઈ હોય, પરંતુ સીમા પાર પાકિસ્તાનથી આ હુમલાને અંજામ આપનારા આતંકી હજી સુધી આઝાદ ફરી રહ્યા છે.
અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો
PK
Reader's Feedback: