(પ્રતિકાત્મક તસવીર)
પોરબંદર :પોરબંદરનાં બહુચર્ચિત મુળુભાઇ મોઢવાડિયા હત્યા કેસમાં આજે સ્થાનિક કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી ભીમા દુલા ઓડેદરા સહિત 10ને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે. કોર્ટે પુરાવાનાં અભાવે તમામને નિર્દોષ મુક્ત કર્યા હતા.
15મી નવેમ્બર 2005નાં રોજ લાઇમ સ્ટોનનાં કોન્ટ્રાક્ટર અને મેર જ્ઞાતિનાં અગ્રણી મુળુભાઇ મોઢવાડિયાની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આ ઘટનાનાં ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. જેમાં ભીમા દુલા ઓડેદરા, પોરબંદર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન, રાણાવાવ નગરપાલિકાનાં પ્રમુખ સામત ગોગન, રાજુ કરશન, દુદા હાજા ઓડેદરા, વેજા પરબત, મેરા મુળુ, રાણા સુકા, દેવા ભુવા અને જેઠા વેજાને આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ કેસમાં પોરબંદરનાં એડિશનલ સેશન્સ જજ એમ.વી.ઝાલાએ સુનાવણી કરતા તમામ આરોપીઓને પુરવાનાં અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યા હતો.
DP
Reader's Feedback: