Home» Youth» Trends» Multi functional cell phone charger that fits in a wallet

પર્સમાં સમાઈ શકે તેવું મોબાઈલ ચાર્જર

એજન્સી | March 14, 2014, 04:31 PM IST

નવી દિલ્હી :
ટ્રાવેલિંગમાં રહેતી વખતે લોકોને મોબાઈલ ફોન બેટરી ડાઉન થઈ જવાની સમસ્યા નડતી હોય છે.  ઘણી જગ્યા એવી હોય છે કે જ્યાં ચાર્જિંગની સુવિધા હોતી નથી, આ સમયે તમે દુનિયા સાથે સંપર્ક ગુમાવી બેસો છો અને ઘણીવાર કોઈ મહત્ત્વના સંદેશો મેળવી શકતા નથી. હવે તમારી આ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. ક્રેડિટ કાર્ડ સાઈઝનું એક નાન ટ્રાવેલ કાર્ડ ઉપલબ્ધ થઈ જવા રહ્યું છે. તેને તમે પર્સમાં પણ રાખી શકો છે. આ ટ્રાવેલ કાર્ડ આઈફોનને લોઈટનિંગ ઓપ્શનથી ચાર્જ કરી શકે છે તથા અન્ય હેન્ડસેટને યુએસબી ઓપ્શનથી ચાર્જ કરી શકાય છે. આ ટ્રાવેલ કાર્ડ ગો ડિઝાઈન કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.
 
સ્માર્ટફેનની બેટરી લાંબો સમય ચાલતી નથી અને ઘણીવારતો દિવસમાં તેને બે વાર પણ ચાર્જ કરવી પડતી હોય છે. તેનો ઈલાજ એ છે કે તમે એક વધારાની બેટરી રાખો કે તમારી સાથે ઈમરજન્સી બેટરી રાખો. જોકે ઈમરજન્સી ચાર્જર ખૂબ ભારે હોય છે. પરંતુ ટ્રાવેલ કાર્ડ હલકાં હોય છે તથા પાકિટમાં સરળતાથી ફિટ થઈ જાય છ તથા સ્માર્ટફોનને સરળતાથી ચાર્જ કરી શકાય છે.
 
આ કાર્ડ માત્ર 4.77 મિલી પાતળું છે તથા તેનું વજન 56.7 ગ્રામ છે. તેની અંદર 1300 એમએએચની બેટરી હોય છે જે 5 કલાક સુધીનો ટોકટાઈમ આપે છે. આ ચાર્જર 98 કલાકનો સ્ટેન્ડબાય ટોકટાઈમ આપે છે અને માત્ર 57 મિનિટમાં જ ચાર્જ થઈ જાય છે.
 
આઈફોન અને એન્ડ્રોઈડ બંને ફોન માટે અલગ અલગ પ્રકારના ચાર્જર કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. ભારતમાં આની કિંમત લગભગ રૂ. 3000 હશે. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %