દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટીનાના મેન્ડોઝા પ્રાંતના ગવર્નર ફ્રાન્સીસો પેરેઝ દ્વારા તેમના પ્રતિનિધિમંડળ સાથે વડોદરાની વિશ્વ પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મુલાકાત લેવામાં આવી હતી. એમ.એસ. યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રો.યોગેશસિંઘ સાથે આ પ્રતિનિધિમંડળ દ્વારા ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી હતી. જેના નિષ્કર્ષ સ્વરૂપે આર્જેન્ટીનાની મેન્ડોઝા યુનિવર્સિટી અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે.
આર્જેન્ટીનાના મેન્ડોઝા પ્રાંતમાં કુલ 8 યુનિવર્સિટી અને કેટલીક ખાનગી કોલેજ આવેલી છે. જે અન્વયે આ સમજૂતી કરાર કરાયા છે અને હવેથી બંને પક્ષે વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપરાંત ટેકનોલોજીનું આદાનપ્રદાન પણ શરૂ કરવામાં આવશે. પ્રો.યોગેશસિંઘના જણાવ્યા અનુસાર આ સમજૂતી કરાર ખૂબ મહત્વનો પુરવાર થવાનો છે કારણ કે તેનાથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે, જે આગામી દિવસોમાં તેમના ભવિષ્ય ઘડતર માટે પણ ખૂબ અગત્યનો રોલ ભજવશે.
વધુમાં પ્રો.યોગેશસિંઘે એમ પણ જણાવ્યું કે આર્જેન્ટીના દેશની યાદ માત્રથી આપણા દિલો દિમાગમાં ડિયેગો મેરેડોનાની યાદ આવે છે, ત્યારે આ કરારના ભાગરૂપે વિદ્યાર્થીઓ ફૂટબોલની રમતમાં જગપ્રસિદ્ધ આર્જેન્ટીનાની મદદ કઈ રીતે મેળવી શકે તે દિશામાં પણ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
DP
Reader's Feedback: