
ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ આજે ઉમેદવારીપત્ર કલેકટર સમક્ષ રજુ કર્યું હતું અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી પત્ર ભરતા પહેલા જાહેર સભા યોજી બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને રેલી સ્વરૂપે તમામ કાર્યકર્તાઓ કલેકટર કચેરી સુધી ગયા હતા અને બાદમાં મંત્રી ગોવિંદભાઈ પટેલ , વિજયભાઈ રૂપની શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયા , જીલ્લા પ્રમુખ લાલજીભાઈ સાવલિયા સહિતનાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.
આ ઉપરાંત ઉમેદવારી પત્ર ભરાયા બાદ પોતાનો સ્પષ્ટ બહુમતીથી વિજય થશે તેવો નિર્ધાર પણ કર્યો હતો. પાર્ટીમાં કોઈ જુથવાદ નથી અને દરેક કાર્યકર્તાઓ એક બીજા સાથે હળી મળીને કામ કરી રહ્યા છે સભામાં સવારે ગેરહાજર રહેલા વલ્લભભાઈ કથીરિયાને પાર્ટી તરફથી કોઈ અન્ય સ્થળે જવાબદારી સોંપવામાં આવી હોવાથી પોતે હાજર રહી શક્યા નથી તેવું મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.
રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે સંસદ સભ્ય કુવરજીભાઈ બાવળીયાએ પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવ્યું હતું બહુમાળી ભવન ચોક ખાતે સૌ પ્રથમ કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને કુવરજી ભાઈ બાવળિયાને જંગી બહુમતીથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો સંસદ કાળ દરમિયાન કુંવરજીભાઈ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોથી લોકો ખુબ જ પ્રભાવિત થયા છે અને તેઓને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂટણીમાં પણ મતદારો કુંવરજીભાઈ ને ખોબલે ખોબલે મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
JJ/RP
Reader's Feedback: