યાત્રાધામ દ્વારકા માટે ગૃહવિભાગ દ્વારા અત્યાધુનિક મોબાઇલ સીકયોરીટી વાનનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.આ આધુનિક સુવિધાથી સજજ વાનમાં નવ જેટલા સુવિધા સભર કેમેરા લગાવવામાં આવ્યા છે.કુદરતી આફતો વેળાએ પણ ઉપયોગી બની રહે તેવી સુવિધાથી સજજ છે. દ્રારકામાં સર્કિટ હાઉસ ખાતે રાજયના ગૃહવિભાગ દ્વારા ફાળવાયેલી સંપુર્ણ સ્વદેશી અને અત્યાધુનિક મોબાઇલ સીકયુરીટી વાનનું ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યુ હતુ.
આ વાનમાં ૮૦૦ મીટર પોઇન્ટ ટુ ઝુમ ફેસેલીટી ધરાવતા નવ એચ.ડી. કેમેરા લગાવવામાં આવ્યા છે.આ કેમેરા જમીનથી ૧૮ ફુટ ઉંચે પણ કાર્યરત રહી શકે છે.વળી તેને રીમોટ જગ્યાએથી પણ ઓપરેટ કરી શકાય છે.સાથો સાથે ૧પ એચ.ડી. વાયરલેશ કેમેરો પણ ઉપલબ્ધ છે. ઉપરાંત ફાયર અને આવશ્યક સ્થિતિમાં વીશ ફુટ દુર સુધી પાણી ફોર્સથી ફેંકી શકે તેવો પ્રેશર લેમ્પ પણ મોજુદ છે.
સાથો સાથ કુદરતી આફત સમયે વૃક્ષ કાપવા માટેનું કટર, સ્ટીલ કટર, એક કિ.મી. દુર સુધી પ્રકાશ ફેંકી શકે તેવી સર્ચલાઇટ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ છે. લગભગ પચીસ લાખની કિંમત ધરાવતા આ વાનને ભવિષ્યમાં આવી સર્વિસ જરૂરત મંદ રાજયોને પણ પહોચાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જરૂરીયાત મંદ પ્રાયવેટ સંસ્થામાં પણ ભવિષ્યમાં આશરે પંદર હજાર રૂપિયા પ્રતિદિનના ભાડાથી આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. કેમ કે તાજેતરમાં ટેકનોલોજી જરૂરી છે.
શંકાસ્પદ વ્યક્તિ-વસ્તુની શોધખોળ માટે મેટલ ડિરેક્ટર
સીકયુરોટી માટે શંકાસ્પદ વ્યકિત કે વસ્તુની શોધખોળ માટે બે પ્રકારના મેટલ ડીરેકટર, હાઇ ડીબી સાઇરન, પીળી (પોલીસ માટે) અને સફેદ (ઇમરજન્સી માટે) ફલેશ લાઇટની સુવિધાથી લેસ છે.આ હાઇટેક વાનના કન્ટ્રોલ યુનિટમાં પણ કેમેરાના મોનીટરીંગ માટે ત્રણ એલ.ઇ.ડી. સ્ક્રીન, પી.ટી.ઝેડ કેમેરા ઓપરેટીંગ સીસ્ટમ, ૧૪ કલાક ઉપયોગી પાવર બેકઅપ તથા સોલાર ઉર્જાથી પણ ઇલેકટ્રીક સ્ટોરેજ વ્યવસ્થા ધરાવે છે. કેમ કે સમયના બચાવ માટે સાધનોનો ઉપયોગ ફરજીયાત બન્યો છે.
મોટા તહેવારો-ઇમરજન્સીમાં વધારે ઉપયોગમાં લેવાશે
આ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતુ મોબાઇલ વાન ભારતમાં સૌ પ્રથમ ગુજરાતમાં ગૃહવિભાગ તથા ખાનગી કંપનીના સહયોથી બનાવવામાં આવ્યુ છે.જેનો ઉપયોગ ચુંટણી,રથયાત્રા કે અન્ય મોટા તહેવારો અને પ્રસંગો તેમજ ઇમરજન્સી વખતે કરવામાં આવશે. કેમ કે, યાત્રાધામમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારોના ત્રણ દિવસ મળીને બે લાખથી વધુ યાત્રિકો આવતા હોય છે, તેવી જ રીતે દિવાળી અને ભાઇબીજના તહેવારોમાં પણ તેટલી જ સંખ્યામાં અને હોળી-ધૂળેટીના તહેવારોમાં પણ લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે.
AI/RP
Reader's Feedback: