ગુજરાતમાં લોકસભાની ૩૦મી એપ્રિલના યોજાનાર ચૂંટણીના ભાગરૃપે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન મથકે ખૂટતી સુવિધા પુરી કરવા તંત્રએ કામગીરી તૈયારીઓ શરૃ કરી દીધી છે. તો ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ચાર મતદાન મથકોને મોડલ મતદાન મથકો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિકલાંગ વ્યક્તિઓ પણ સરળતાથી મતદાન કરી શકે તે માટે વ્હિલચેર સહિતની સુવિધા મુકાશે, ઉપરાંત મતદાન મથકો પાસે મંડપ પણ બાંધવામાં આવશે. મતદાન મથકોને સાફ સુધરુ રાખવાની સાથે શણગારવામાં આવશે. અહીં મતદાતાઓ માટે પ્રતિક્ષા ખંડની પણ વ્યવસ્થા કરાશે તો મતદાન માટે આવતા લોકોને ઠંડુ પાણી પણ મળી રહે તેવું ધ્યાન રખાશે.
આદર્શ મતદાન મથકોમાં ગાંધીધામ તાલુકાના કૈલાશનગર કિડાણા, કન્યા શાળા, ભચાઉ તાલુકાના ભવાની પુર તથા લખપત ગામના મતદાન મથકોને આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં વહીવટી તંત્ર દ્વારા મતદાન કરવા આવનારા નાગરીકોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
DP
Reader's Feedback: