Home» Business» International Trade» Microsoft to buy nokia handset business

મેગાડીલ! નોકીયાને ખરીદશે માઇક્રોસોફ્ટ

એજન્સી | September 03, 2013, 12:44 PM IST

નવી દિલ્હી :

માઇક્રોસોફટ કંપની પોતાના વેપારને વધારવા માટે નોકિયા મોબાઇલ ફોન કંપનીને ખરીદવાની જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટ 5.44 બિલિયન યૂરોમાં નોકીયાને ખરીદશે. ખરીદવાની ડીલ પુરી થયા બાદ માઇક્રોસોફ્ટ કંપનીના સીઇઓ તરીકે સ્ટીફન ઇલોપ આ પદભાર સંભાળશે. આ અંગે બન્ને વચ્ચે સમજૂતી કરાર પુરા થઇ ગયા છે.

માઇક્રોસોફ્ટને નોકિયાના ડિવાઇસ અને સર્વિસેઝ માટે 3.79 અરબ યૂરો જ્યારે કંપની પેટન્ટ માટે 1.65 અરબ યુરોની ચુકવણી કરવી પડશે. નોકીયા અને માઇક્રોસોફ્ટ વચ્ચેની આ સમજૂતી 2014ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. જો કે આના માટે નોકિયાના શેર હોલ્ડર, રેગ્યુલેટરી એપ્રુવલ તેમજ બીજી અમુક શર્તોને પણ પુરી કરવી પડશે.

નોકિયા અને માઇક્રોસોફ્ટ વચ્ચે આ પહેલા ફેબ્રુઆરી 2011માં ભાગીદારી સંબંધી ડીલ થઇ હતી. આ નવા કરાર પ્રમાણે નોકિયાના લગભગ 32 હજાર કર્મચારીઓ માઇક્રોસોફ્ટમાં ટ્રાન્સફર થશે. માઇક્રોસોફ્ટના હાલના સીઇઓએ આ કરારથી કર્મચારીઓ, શેર હોલ્ડર અને વપરાશકર્તાઓને જરૂરથી ફાયદો થશે એમ જણાવ્યું હતું.

આ ડીલ સંપૂર્ણપણ રોકડ વ્યવહારમાં કરાશે.આ ડીલ અંતર્ગત કંપની નોકીયાનો તમામ હેન્ડસેટ બિઝનેસ પોતાના હસ્તક કરશે.ઉપરાંત આ સોદા હેઠળ માઈક્રોસોફ્ટ નોકિયા હેન્ડસેટ્સની સેવાઓ અને સમગ્ર વ્યાપાર સાથે તેના ટ્રેડમાર્ક અને પેટન્ટ રાઈટસ્ મેળવશે.જેમાં માઈક્રોસોફ્ટ નોકિયાના બિઝનેસ માટે 3.79 અરબ યુરો ડોલર અને નોકિયાના પેટન્ટ રાઈટ્સ માટે 1.65 અરબ યુરો ચુકવશે. આ પુરી ડીલ આગામી વર્ષના પ્રથમ  ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં પુરી થઈ જશે.

DT/SS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %