
માઇક્રોસૉફ્ટનાં નવા સીઇઓ સત્ય નાડેલાનો વાર્ષિક પગાર 1 કરોડ 18 લાખ ડૉલર ( 112 કરોડ ) હશે. અને આ સિવાય તેમને અન્ય સુવિધાઓ મળશે.
સત્ય નાડેલાનાં નિયુક્તિ પત્ર મુજબ તેમને દર મહિને 2 વખત પગાર મળશે. જેનું કુલ વાર્ષિક મુલ્ય 12 લાખ ડૉલર ( 7.5 કરોડ રૂપિયા ) હશે. આ ઉપરાંત તેમને કેશ બોનસ મળશે, જે શૂન્ય 300 ટકા સુધી હોઇ શકે છે. જેનાથી તેમને 3.6 લાખ ડૉલર ( 15 કરોડ રૂપિયા ) મળશે.
આ ઉપરાંત સત્યને કંપનીનાં શેર પણ મળશે, જેની કિંમત 1 કરોડ 32 લાખ ડૉલર હશે. નડેલા બિલ ગેટ્સ અને સ્ટીવ બામર બાદ માઇક્રોસૉફ્ટનાં ત્રીજા સીઇઓ છે. 2013માં તેમને પોણા સાત લાખ ડૉલરનો પગાર મળ્યો હતો. આ ઉપરાંત તેમને 16 લાખ ડૉલરનું કેશ બોનસ પણ મળ્યુ હતુ.
નાડેલાને લોંગ ટર્મ પર્ફોમન્સ સ્ટૉક એવોર્ડ પણ આપવામાં આવશે. જેથી તે કંપની માટે લાંબાગાળાની યોજનાઓ બનાવે. કંપનીનાં સ્ટોકની કિંમતમાં વધારાનાં આધારે આ બોનસ પણ વધે છે.
DP
Reader's Feedback: