Home» Youth» Hot Wheels» Mercedes starts local assembly of s class in india priced slashed by rs 18 lakh

મર્સિડીઝ બેંઝ એસ ક્લાસ 18 લાખ રૂપિયા સસ્તી થઈ

એજન્સી | March 15, 2014, 03:22 PM IST

નવી દિલ્હી :
જર્મનીની લકઝરી કાર કંપની મર્સિડીઝ બેંઝે એ વાતની સ્પષ્ટતા કરી દીધી હતી કે એસ ક્લાસ સેડાન કારને ભારતમાં એેસેમ્બલ કરવામાં આવશે. ભારતીય બજારમાં સ્થિતિ મજબૂત કરવા માટે કંપનીએ એસ ક્લાસ કારની કિંમતમાં લગભગ 18 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
 
ભારતમાં તૈયાર કંપનીના ટોપ એન્ડ મોડલ એસ 500ની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 1.39 કરોડ રૂપિયા હશે. આ કાર પુણા નજીકના ચાકણ સ્થિત કારખાનામાં તૈયાર કરવામાં આવશે. મર્સિડીઝ બેંઝ ઈન્ડિયા તરફથી એક નિવેદન બહાર પાડીને આ વાત કહેવામાં આવી છે.
 
કંપનીએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય બજારમાં એસ ક્લાસ લકઝરી સેડાન ઉતારી હતી. આ કાર અત્યાર સુધી ઈમ્પોર્ટ થતી હતા અને તેની કિંમત 1.57 કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીમાં કારના 125 યુનિટ્સ વેચાઈ ગયા છે. જોકે, હાલમાં કાર માટે ત્રણ મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %