Home» Religion» Astrology» Mahashivratri shiv puja

મહા શિવરાત્રિમાં શિવપૂજન વખતે શું ધ્યાનમાં રાખશો

મયૂર પટેલ | February 26, 2014, 06:09 PM IST

અમદાવાદ :
ગુરુવાર તા. 27 ફેબ્રુઆરી, 2014ના રોજ દેવાધિ દેવ મહાદેવ એવા ભોળાનાથને રીઝવવાનું પર્વ મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગમાં ચારેય પહોર ભગવાન શિવનો વાસ હોય છે તેમ માનવામાં આવે છે. આ દિવસે ભોલેનાથની પૂજાનો પણ અલગ નિયમ છે. વિવિધ પ્રહરમાં પૂજા કરતી વખતે અલગ અલગ ચીજોનો પ્રયોગ કરવો જોઈએ.
 
પ્રથમ પહોર: જો તમે સૂર્યોદયના ત્રણ કલાકની અંદર ભગવાન શિવની પૂજા કરો તો તેમાં તલ, જલ, કમળ તથા બિલિ પત્રનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ.
બીજો પહોરસૂર્યોદયના ત્રણ કલાક પછી જો પૂજા કરો તો બિજોરુંનું ફૂલ, લીંબુ તથા ખીર સાથે ભોળાનાથની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત ભોળાનાથને ભાંગ તથા ધતૂરો પણ અર્પણ કરી શકો છે. સૂર્યોદયના છ કલાક પહેલાં જ આ વસ્તુઓ ભોળાનાથને અર્પણ થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
 
ત્રીજો પહોર: સૂ્ર્યોદયના છ કલાક પછી અને નવ કલાક પહેલાં જો ભોળનાથની પૂજા કરવાની હોય તો તલ, માલપુઆ, દાડમ તથા કપૂરથી પૂજા કરવી જોઈએ.
ચોથો પહોર: સૂર્યોદયના નવ કલાક બાદ મહાદેવની પૂજા કરવી હોય તો અડદ, જવ, મગ, બિલીપત્ર, શંખપુષ્પીનો પૂજા સામગ્રીમાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. 
જો તમારી માટે પહોર પ્રમાણે સામગ્રી મેળવવી મુશ્કેલ હોય તો ભગવાન ભોળાનાથને બિલિપત્ર, ભાંગ તથા ધતૂરો અર્પણ કરીને 108 વાર શિવ પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય બોલીને જપ કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે.
 
રાશિ પ્રમાણે કરો શિવપૂજા
 
મહાશિવરાત્રિના અવસર પણ ઘણા શુભ યોગો બની રહ્યા છે. જો તમે પણ આ અવસરે શિવ પૂજા દ્વારા લાભ મેળવવા માંગતા હો તો રાશિ પ્રમાણે શિવપૂજન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ મુજબ દ્વાદશ જ્યોતિર્લિંગનું ધ્યાન ધરીને શિવને અભિષેક કર્યા બાદ ધ્યાન ધરવાથી વિશેષ લાભ થાય છે.
 
મેષઃ
દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથ જ્યોતિર્લિંગ પહેલું છે. જેમનો જન્મ મેષ રાશિમાં થયો હોય તેમણે મહાશિવરાત્રિના દિવસે સોમનાથ જ્યોતિર્લિગની પૂજા કરવી જોઈએ. જેમને આ દિવસે સોમનાથ દાદાનું દર્શન તથા પૂજન કરવાનું મુશ્કેલ હોય તેમણે નજીકના શિવ મંદિરમાં જઈને સોમનાથનું ધ્યાન ધરીને દૂધનો અભિષેક કરાવવો જોઈએ. આ ઉપરાંત હ્રીં ઓમ નમઃ શિવાયનો 108 વખત જાપ કરવો જોઈએ. તેનાથી સુખ શાંતિ મળે છે તથા કાર્યોમાં આવતી અડચણ દૂર થાય છે.
 
વૃષભઃ
શૈલ પર્વત સ્થિત મલ્લિકાર્જુન વૃષ રાશિના સ્વામી છે. આ રાશિના વ્યક્તિઓ મલ્લિકાર્જુન દર્શન કરવું જોઈએ. જો તેમ શકય ન હોય તો કોઈપણ શિવલિંગની ગંગાજળથી પૂજા કરવી જોઈએ તથા શિવલિંગ પર આંકડાના ફૂલ અને પાન ચડાવવા જોઈએ. આ રાશિના જાતકોએ મલ્લિકાર્જુનનું ધ્યાન ધરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.
 
મિથુનઃ
ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મિથુન રાશિના સ્વામી છે. આ રાશિના જાતકો મહાકાલેશ્વરના દર્શન કરે તો સમગ્ર વર્ષ સંકટથી દૂર રહી શકે છે. મહાકાલેશ્વરનું ધ્યાન ધરીને ઓમ નમો ભગવતે રુદ્રાય મંત્રનો જાપ કરવો જોઈએ.
કર્કઃ
મધ્યપ્રદેશમાં નર્મદા કિનારા પર આવેલા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો સંબંઘ કર્ક રાશિ સાથે છે. ઓમકારેશ્વરનું  ધ્યાન ધરીને શિવલિંગને પંચામતૃતથી સ્નાન કરાવવું જોઈએ.  શિવકૃપા માટે ઓમ હૌં જૂં સઃનો જાપ કરવો જોઈએ. શિવ પૂજાથી આ રાશિના જાતકોને માનસિક પરેશાની તથા ચિંતામાંથી રાહત મળશે.
 
સિંહઃ
આ રાશિના જાતકોએ બાબા વૈદ્યનાથી પૂજા કરવી જોઈએ. મહાશિવરાત્રિના અવસરે વૈદ્યનાથ જ્યોતિર્લિંગની વિશેષ પૂજા થાય છે. જેમાં શિવપાર્વતીની પૂજા થાય છે. સિંહ રાશિવાળા લોકોએ ઓમ ત્ર્યંબકં યજામહે.... મંત્રનો 51 વારક જાપ કરવો જોઈએ. તેનાથી માસિક શાંતિ સાથે સામાજિક પ્રતિષ્ઠા અને યશ મળે છે. સરકારી નોકરી સંબંધિત બાધાઓ દૂર થાય છે.
 
કન્યાઃ
ભીમા નદી કિનારે આવેલા ભીમાશંકર જ્યોતિર્લિંગનો સંબંધ કન્યા રાશિ સાથે છે. આ રાશિના લોકોએ ભીમાશંકરને પ્રસન્ન રાખવા માટે દૂધમાં ઘી ભેળવીને શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ તથા ઓમ નમો ભગવતે રુદ્રાય મંત્રનો શક્ય તેટલો વધુ જાપ કરવો જોઈએ.
 
તુલાઃ
તામિલનાડુમાં આવેલા ભગવાન રામ દ્વારા સ્થાપવામાં આવેા રામેશ્વર જ્યોતિર્લિંગનો સંબંધ તુલા રાશિ સાથે છે. શિવરાત્રિના પાવન દિવસે આના દર્શન કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સદભાવ જળવાઈ રહે છે. રામેશ્વર જઈ ન શકાય તેમ હોય તેમણે દૂધમાં પતાસું મેળવીને તેનાથી શિવલિંગને સ્નાન તથા આંકડાનું ફૂલ અર્પણ કરવું જોઈએ. શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો 108 વાર જપ કરવાથી કાર્યક્ષેત્રમાં આવતા વિધ્નો દૂર થવાની સાથે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
 
વૃશ્ચિકઃ
ગુજરાતના દ્વારકા જિલ્લામાં આવેા નાગેશ્વર જ્યોતિર્લિંગનો સંબંધ વૃશ્ચિક રાશિ સાથે છે. વૃશ્ચિક રાશિના જાતકો મહાશિવરાત્રિ આ જ્યોતિર્લિંગના દર્શન કરે તો તેઓ દુર્ઘટનાઓથી બચી જાય છે. દર્શન ન થઈ શકે તેમ હોય તેમણે દૂધથી શિવ પૂજા કરવી જોઈએ. શિવની હજારીનુ ફૂલ તથા બિલિપત્ર અર્પણ કરવું જોઈએ. હ્રીં ઓમ નમઃ શિવાયના જાપથી ભાગ્યોદયની સાથે પિતા તરફથી પણ ધન લાભ થાય છે.
 
ધનઃ
વારાણસીમાં આવેલું વિશ્વનાથ જ્યોતિર્લિંગ ધન રાશિ સાથે સંબંધ રાખે છે. આ રાશિના જાતકોએ શિવરાત્રિએ ગંગાજળમાં કેસર મેળવીને શિવને અર્પણ કરવું જોઈએ. આ દિવસે ચન્દ્ર નબળો હોય છે. તેથી જાતકોએ ઓમ તત્પુરુષાય વિધ્નહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયતા મંત્રથી શિવને રીઝવવા જોઈએ. તેનાથી ચંદ્ર બળ મળે છે તથા શિવ કૃપા પ્રાપ્ત થાય છે. અચાનક આવતી પડતી ચિંતાઓમાંથી મુક્તિ મળે છે.
 
મકરઃ
મકર રાશિનો સંબંધ ત્ર્યંબકેશ્વર સાથે છે. મહાશિવરાત્ર્એ આ રાશિના લોકોએ ગંગાજળમાં ગોળ મેળવીને શિવને અભિષેક કરવો જોઈએ. શિવને લીલા રંગનું ફૂલ તથા ધતૂરો ચઢાવવો જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રની પાંચ માળા કરવાથી દાંપત્ય જીવનમાં તણાવ ઓો થાય છે. ભાગીદારીમાં વ્યવસાય કરતાં લોકોને ભાગીદારી મજબૂત થાય છે અને લાભ વધે છે.
 
કુંભઃ
કંભ રાશિના જાતકોએ કેદારનાથની પૂજા કરવી જોઈએ. કેદારનાથનું ધ્યાન ધરીને શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. જે બાદ કમળનું ફૂલ અને ધતૂરો ચઢાવવું જોઈએ. કુંભના સ્વામી શનિ છે તેથી આ રાશિના જાતકોએ પણ મકરની જેમ ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. મહાશિવરાત્રિએ કેદારનાથની પૂજાથી સ્વાસ્થ્ય સારું રહે છે, શત્રુઓનો ડર રહેતો નથી.
 
મીનઃ
મીન રાશિના જાતકોએ ઔરંગાબાદમાં આવેલા ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ. આ દિવસે દૂધમાં કેસર નાંખીને શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ. કરેણની ફૂલ તથા બિલિપત્ર ભોળાનાથે અર્પણ કર્યા બાદ ઓમ તત્પુરુષાય વિધ્નહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત મંત્રનો વધુને વધુ જાપ કરવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ઓછી થાય છે.
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %