ફેબ્રુઆરીને ઠંડીની કોમળ, વસંત ઋતુમાં ખીલેલા ફૂલોની સુગંધ, ઋતુનો ખુમાર, અને ફાગણમાં મદમસ્ત કરનારો મહિનો ગણવામાં આવી છે. આ મહિનાને પ્રેમનો મહિનો ગણવામાં આવે છે કારણ કે આ મહિનામાં અનેક એવા દિવસો આવે છે જે દિવસે અલગ અલગ રીતે તમારા પ્રેમની લાગણી વ્યક્ત કરી શકો છે. દર વર્ષે કોલેજોમાં આ મહિના દરમ્યાન વિવિધ રીતે ડેની ઉજવણી થાય છે.
ફેબ્રુઆરી મહિનાનું ટાઈમ ટેબલ યુવા હૈયાઓના મગજમાં છપાયેલું હોય છે. તારીખ પ્રમાણે કહી દે આજના દિવસની વિશેષતા શું છે. કોલેજમાં અગાઉથી તારીખવાર દિવસની ઉજવણી સંદર્ભે જણાવી દેવામાં આવે છે. જોકે આ પ્રકારના દિવસનું આયોજન કોલેજના વિધાર્થીઓ દ્રારા જ થતાં હોય છે.
પ્રેમનું ટાઈમ ટેબલ
7 ફેબ્રુઆરી |
રોઝ ડે, જે દિવસે યુવા હૈયાઓ પોત પોતાની રીતે અલગ અલગ કલરના રોઝ પોતાની મનપસંદ વ્યક્તિને આપે છે. જેમાં લાલ પ્રેમનું પ્રતિક અને પીળુ મિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે.
|
8 ફેબ્રુઆરી |
પ્રપોઝ ડે, જે દિવસે પ્રેમનો એકરાર થાય છે. આ દિવસે તમે તમારા દિલની વાત કહી શકો છો.
|
9 ફેબ્રુઆરી |
ચોકલેટ ડે, આ દિવસે તમારા પ્રેમને ચોકલેટ આપીને મિઠાસ વધારી શકો છે.
|
10 ફેબ્રઆરી |
ટેડી ડે, વિવિધ પ્રકારના રમુજી ટેડી આપીને તમારા પ્રેમને વઘારે ગાઢ બનાવી શકો છો
|
11 ફેબ્રુઆરી |
પ્રોમિસ ડે, આ દિવસે તમે તમારા પ્રેમ સાથે વચને બંધાવ છો.
|
12 ફેબ્રુઆરી |
કિસ ડે, જે દિવસે તમે તમારા પ્રેમની લાગણી વ્યક્ત કરી શકો છો.
|
13 ફેબ્રુઆરી |
હગ ડે, જે દિવસે પ્રેમી એકબીજાને પ્રેમનો અહેસાસ કરાવી શકે છે.
|
14 ફેબ્રુઆરી |
વેલેન્ટાઈન ડે, પ્રેમનો સૌથી મોટો દિવસ જે દિવસે સંત વેલેન્ટાઈનની યાદમાં ઉજવણી થાય છે. અને જેની યુવા હૈયાઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. જે દિવસે તમે તમારા પ્રેમને સમય આપી શકો છો. તેમજ સુંદર ગિફ્ટ આપીને તમારે પ્રેમને વ્યક્ત કરી શકો છો.
|
15 ફેબ્રુઆરી |
સ્લેપ ડે, જે દિવસે સાચવીને રહેવું પડે છે. કારણે કે પ્રેમની મિઠાસ ઓછી થઈ ગઈ હોય તો પ્રેમિકા કદાચ તે દિવસે તમને જવાબ આપી શકે છે.
|
16 ફેબ્રુઆરી |
કિક ડે, જે દિવસે પ્રેમથી વ્હાલથી કિક કરો અને પ્રેમમાં મસ્તીનો આનંદ લો.
|
17 ફેબ્રુઆરી |
પરફ્યૂમ ડે, જે દિવસે ફૂલો અને પરફ્યૂમ ભેટ આપીને પ્રેમની સુવાસ ફેલાવી શકો છો.
|
18 ફેબ્રુઆરી |
ફ્લટિંગ ડે, જે દિવસે પ્રેમી સાથે ફ્લર્ટ કરીને મજા લઈ શકો છો.
|
19 ફેબ્રુઆરી |
કંફેશન ડે, જે ભુલ કરી હોય તેનું કંફેશન તમે તમારા પ્રેમી સામે કરી શકો છો.
|
20 ફેબ્રુઆરી |
મિસિંગ ડે, જે દિવસે પખવાડીયા સુધી પ્રિય વ્યક્તિ સાથે આનંદ લીધો, અને હવે પ્રેમથી આ દિવસે અલગ રહીને તેના વિરહનો આનંદ લો.
|
RP
Reader's Feedback: