Home» Politics» Gujarat Politics» Lok sabha polls congress now fields madhusudan mistry against narendra modi in vadodara

કોંગ્રેસ તરફથી મધુસુદન મિસ્ત્રી મેદાને, વડોદરામાં મોદીને આપશે પડકાર

એજન્સી | March 26, 2014, 10:05 AM IST

વડોદરા :

ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતરવાના છે. જેમાં વડોદરા બેઠક પરથી કોંગ્રેસ આંતરિક ચૂંટણી દ્રારા યુવા નેતા નરેન્દ્ર રાવત પર પસંદગી ઉતારી હતી. પરંતુ અંત સમયે નરેન્દ્ર રાવતે પોતાનું નામ પાછી ખેચું લીધું છે. જેને લઈને કોંગ્રેસ રાહુલ ગાધીના જમણા હાથ ગણાતાં મધુસુદન મિસ્ત્રીને વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદીની સામે ઉતારવાની ફરજ પડી છે.


મધુસુદન મિસ્ત્રીની રાજકીય કારકીર્દી પર નજર કરીએ તો., મધુસુદન મિસ્ત્રી ૧૯૯૮ અને ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા સીટ ઉપરથી જીત્યા હતા.


વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં પક્ષના આંતરિક વિખવાદને કારણે ભાજપ સામે પરાજિત થયા હતા.
 

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે એમની આગેવાની હેઠળ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ઝળહળતો વિજય મળતાં, રાહુલ ગાંધીએ એમનું હીર પારખી એમને કોંગ્રેસની સર્વોચ્ચ બોડી-કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન આપ્યું છે.

 

આ વખતે તેઓ દેશની  સૌથી વધુ ૮૦ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશ રાજ્યની તમામ જવાબદારી મધુસુદન મિસ્ત્રીના શિરે મૂકવામાં આવી છે.

 

નોંધનીય છેકે વડોદરા લોકસભા ક્ષેત્રની સાતેય વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો દબદબો છે, પણ આ લોકસભા સીટમાં આદિવાસી મતોનું પ્રમાણ સારું  એવું હોઈ મધુસુદન મિસ્ત્રીની ઉમેદવારીને કારણે કોંગ્રેસને અહીં આદિવાસી મતોનો લાભ થશે તેમ મનાઈ રહ્યું છે.


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %