(ફાઇલ ફોટો)
લોસ એન્જલસ : ગર્ભાવસ્થા દરમ્યાન અપૂરતી ઊંઘ અનેક પરેશાનીનું કારણ બની શકે છે. આ ઉપરાંત તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પર પણ અસર થાય છે. આ જાણકારી અમેરીકન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં મળી છે. એક અહેવાલ પ્રમાણે અવસાદથી ઘેરાયેલી મહિલાઓ ઊંઘની સમસ્યાથી વધુ પ્રભાવિત હોય છે. તેઓને ગર્ભાવસ્થા દરમ્યાન કઠિન સમયમાંથી પસાર થવું પડે છે.યુનિવર્સીટી ઓફ પિટસબર્ગ સ્કૂલ ઓફ મેડીસીનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધન અને અભ્યાસને સાઈકોસોમેટીક મેડીસીન મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
મુખ્ય સંશોધનકર્તા મિચેલે ઓકુને કહ્યુ હતુ કે અમારા પરિણામોમાં ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં ઊંઘની સમસ્યાની ઓળખ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રારંભે ઊંઘની સમસ્યા ઓળખી લેવાય તો તબીબ ગર્ભવતી મહિલાઓનો ઈલાજ કરી શકે છે.
JD/DT
Reader's Feedback: