Home» Development» Health» Knee replacement surgery interview of dr ateet sharma

લાઈફ સ્ટાઈલ અપગ્રેડેશન સર્જરીઃ ની રિપ્લેસમેન્ટ

Mayur Patel | February 06, 2014, 05:05 PM IST

અમદાવાદ :

વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેના શરીરમાં નવા કોષો બનવાની ક્રિયા ધીમી પડતી જાય છે. આજે જીવનમાં 50ની ઉંમર વટાવી ગયેલા લોકોમાં શરીરના સાંધા અને ખાસ કરીને પગના સાંધા જકડાઈ જવા કે દુઃખવાની વાત કરતા હોય છે. રોજ-બરોજના જીવનમાં વ્યક્તિ ઉઠવા-બેસવા-ચાલવામાં તકલીફનો અનુભવ કરવા લાગે ત્યારે તેને ની રિપ્લેસમેન્ટ (ઘૂંટણની સર્જરી)ની જરૂર પડે છે. અમદાવાદની જાણીતી હોસ્પિટલ સીમ્સના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અતીત શર્માગ્લોબલ ગુજરાત ડોટ કોમ સાથે ની રિપ્લેસમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડો. શર્મા ઘૂંટણની ઓર્થોસ્કોપીક સર્જરીમાં તેમજ રિવીઝન ની(knee) રિપ્લેસમેન્ટ સર્જરીના નિષ્ણાંત છે. તેમણે ની રિપ્લેસમેન્ટ માટે જાણીતા વિદેશી ડોક્ટર એન.લો (સિંગાપોર), ડો. રિચાર્ડ આલ્ઝર અને ડો. અસિત શાહ (યુએસએ) સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે. પ્રસ્તુત છે તેમની સાથે થયેલી મુલાકાતના અંશ.

ની રિપ્લેસમેન્ટ શું છે?

ની રિપ્લેસમેન્ટ એક પહેલાંથી આયોજન કરેલું ઓપરેશન છે. જ્યાં સુધી દર્દીનો પગ બરાબર ના વળે,  દુઃખે કે ઘૂંટણથી વળવા માં તકલીફ થાય અથવા બેઠેલા હોય તેમાંથી ઉભા થવામાં તકલીફ થાય તેવા સંજોગોમાં ઘુંટણનો ખરાબ ભાગ રોજબરોજના જીવનમાંથી દૂર કરવાની સર્જરીને ની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે.

ભારતમાં અને ગુજરાતમાં ની રિપ્લેસમેન્ટની શરૂઆત ક્યારથી થઈ?

વિશ્વમાં સૌ પ્રથમ ની રિપ્લેસમેન્ટની શરૂઆત 1970માં ઈંગ્લેન્ડમાં થઈ હતી. ભારતમાં ઘૂંટણ શસ્ત્રક્રિયાની શરૂઆત 1985 અને ગુજરાતમાં 1990માં થઈ હતી.

તમે અત્યાર સુધીમાં કેટલી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે?

અત્યાર સુધીમાં 1400થી વધારે ની રિપ્લેસમેન્ટ અને ઓર્થોસ્કોપીક સર્જરી કરી છે.  સિમ્સના અમારા ચાર ડોક્ટરોની ટીમે થઈને 5000 કરતાં વધું સર્જરી કરી છે.

છેલ્લાં એક દશકમાં ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં કયા કારણોથી વધારો થયો છે?

સામાન્ય રીતે એવું કહેવાય છે લોકોની જીવનશૈલીમાં ફેરફાર થયો છે તેના પરિણામે આનું પ્રમાણ વધ્યું છે. પરંતુ હકીકતમાં તેવું છે નહીં. લોકોને પીડા સહન કરવી નથી અને સારી રીતે જીવવું છે તેથી વધારો થયો છે. અમદાવાદમાં આ સર્જરીનું પ્રમાણ વધારે છે.

ની રિપ્લેસમેન્ટથી શું ફાયદા થાય?

ની રિપ્લેસમેન્ટ બાદ વ્યક્તિને દુઃખાવામાંથી રાહત મળે છે. જે દર્દીએ ઓપરેશન કરાવ્યું હોય થોડા દિવસોના આરામ અને થોડી કસરતો દ્વારા પોતાની રોજિંદા ક્રિયાઓ જેવી કે ઘરકામ, ઓફિસ, બેંક , શોપિંગ , સામાજિક પ્રસંગોમાં હાજરી આપી શકે છે. ઓપરેશન પછી સાંધાની લાઈફ આશરે ૧૦-૧૫ વર્ષની  હોય છે, અમુક કિસ્સામાં આનાથી વધુ પણ હોય છે.

આ સર્જરીનું મટિરિયલ્સ કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે?

કોબોલ્ટ ક્રોમ એન્ડ હાઈલી ક્રોસલી પોલી નામના મટિરિયલની આવરદા વધારે હોવાથી તેમાંથી બનાવવામાં આવે છે.

ઘૂંટણની શસ્ત્રક્રિયા બાદ ઘણાં દર્દીઓ પલાઠી નહીં વાળી શકવાની ફરિયાદ કરતાં હોય છે, આ વાતમાં કેટલું તથ્ય છે?

ઘણી વાર સાંધો બરાબર બેઠો ન હોય તો પલાઠી વાળવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત દર્દીને કેટલા સમયથી તકલીફ છે તેના પર પણ આ બાબત આધાર રાખે છે. હવે એવા જોઈન્ટ આવે છે કે જો દર્દી સમયસર આવી જાય તો આરામથી પલાઠી વાળીને બેસી શકે છે.

શસ્ત્રક્રિયાનો ખર્ચ કેટલો થાય?

સીમ્સ હોસ્પિટલના ઇકોનોમી પેકેજનો ખર્ચ રૂ. 1.45 લાખ, બીજી વ્યક્તિ સાથેના શેરિંગનું પેકેજ રૂ. 1.75 લાખ તથા સ્પેશિયલ પકેજનો ભાવ રૂ. 2.05 લાખ છે. કોર્પોરેટ હોસ્પિટલોમાં આ પેકેજના ભાવમાં 15-20 ટકાનો વધારો-ઘટાડો જોવા મળે છે. દર્દીએ જો શક્ય હોય તો કોર્પોરેટ હોસ્પિટલમાં જ ની રિપ્લેસમેન્ટનો આગ્રહ રાખવો જોઈએ.

આ ક્ષેત્રમાં મેડિકલ ટુરીઝમને કેવો અવકાશ છે?

ની રિપ્લેસમેન્ટના ક્ષેત્રને મેડિકલ ટુરીઝમમાં ખૂબ સારો સ્કોપ છે. મુંબઈ કરતા અહીં લગભગ અડધી કિંમતે ની રિપ્લેસમેન્ટ થાય છે તેથી બહારના રાજ્યોના ઘણા દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોવાથી સ્કોપ વધારે છે.

ની રિપ્લેસમેન્ટ કરાવવા માંગતા દર્દીઓને તમારો સંદેશ.

ની રિપ્લેસમેન્ટ સાયન્ટિફિક શોધ છે. જેમને ઘૂંટણની તકલીફ હોય, બેઠાડું જીવનના પરિણામે રોજિંદી ક્રિયાઓમાં અડચણ ઊભી થતી હોય તેમણે ની રિપ્લેસમેન્ટ ચોક્કસ કરાવવું જોઈએ. આ એક લાઈફ સ્ટાઈલ અપગ્રેડેશન સર્જરી છે. જેમાં બીજા દિવસથી જ દર્દી ચાલતા થઈ જાય છે અને પોતાની એક્ટિવિટી પુનઃ શરૂ કરી છે.

વધુ માહિતી માટે સિમ્સ હોસ્પિટલના નંબર 079-2771 2771-72-73-74-75 પર સંપર્ક કરી શકાય છે.

MP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %