દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ નાયક જેવી પ્રતિષ્ઠા પામેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સોમવારે બપોરથી એક તસ્વીરથી વિવાદના વંટોળે ફસાઈ ગયા છે. સોશ્યલ મીડિયા ટ્વિટરથી ફરતી થનારી આ તસ્વીરમાં આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલને પગે પડેલા છે. જોકે તસ્વીરથી સમજી શકાય છેકે આ બે કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલના બુટની દોરી બાંધી રહ્યાં હોય. જોકે આ તસ્વીર કેટલી પુરાની છે અને આ પ્રકારે કાર્યકર્તાઓ સાથે કામ કરવાની ફરજ કેમ પડી તેની કોઈ વિગત નથી.
આ તસ્વીર ટ્વિટર મારફતે બપોરે પૂર્વ ક્રિક્રેટર કિર્તી આઝાદે શેયર કરી હતી અને ત્યાર બાદ બિહાર ભાજપના નેતા ગિરીરાજ સિંહે આ તસ્વીર શેયર કરી હતી. આ તસ્વીર સોશ્યલ મીડિયામાં ફરતી થયા બાદ અનેક લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી છે. ઉપરાંત અનેક લોકોએ આ તસ્વીરને શેયર પણ કરી છે. ટ્વિટરમાં અરવિંદ કેજરીવાલની શેયર થયેલી આ વિવાદસ્પદ તસ્વીરમાં નેતા ગિરિરાજ સિંહે તેમને માયાવતી સાથે સરખાવ્યાં છે. તો પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે આ ફોટાની સત્યતા પર અરવિંદ કેજરીવાલને સવાલ કર્યો છે.
RP
Reader's Feedback: