આપણી સમાજવ્યવસ્થા પહેલેથી એવી રહી છે કે, મોટી ઉંમરે મા-બાપ સંતાનો પાસેથી અપેક્ષા રાખે છે. પરંપરા અને સંસ્કરોની વાતો આપણે માનીએ છીએ, સમજીએ છીએ અને ફોલો પણ કરીએ છીએ. પરંતુ, પ્રશ્નો ત્યારે ખડા થાય છે જ્યારે આપણે આપણી નેક્સ્ટ જનરેશનને આ બધું કરવાની ફરજ પાડીએ છીએ. તકલીફ પણ ત્યારે થાય છે જ્યારે આપણે અપેક્ષા રાખીએ છીએ.
એક બહેનપણી રીમાની વાત કરું. એ હોમમેકર છે. સાસુ-સસરા, પતિ અને એક દીકરો એમ સંયુક્ત પરિવારમાં એનો સંસાર સમાઈ ગયો છે. બે જનરેશનની બે સ્ત્રીઓ અને અલગ અલગ જનરેશનના ત્રણ પુરુષો વચ્ચે એ તાલમેલ કરતી રહે છે. સાસુ-સસરાનો સમય સાચવવો, મર્યાદા રાખવાની અને પતિ તેમજ દીકરાનું પણ કરવાનું.
રીમા સાથે આ જવાબદારીઓ અને પોતાની જિંદગી વિશે વાત થતી હતી. રીમાએ પોતાના દિલની વાત એકદમ મોકળાં મને કહેવા માંડી. પિયરમાં રહેતી હતી ત્યારે પપ્પા કહે એમ જીવતી. સાસરે આવી ત્યારથી સાસુ-સસરા અને પતિની લાઈફ સ્ટાઈલ અપનાવી. હજુ પણ લગ્નનને પંદર વર્ષ થયાં હું મારી રીતે નથી જીવી શકતી. ઘરમાં આમ પણ સાસુનું ચાલે છે. એ સો વરસ જીવે એવી પ્રાર્થના કરું છું. પણ એ જીવશે ત્યાં સુધી તો મારે એમનું કહ્યું જ ઘરમાં કરવાનું છે. પોતાની રીતે હું છૂટછાટ લઈ નથી શકતી. સાથે રહેવું અને પછી અલગ અલગ જીવવું એ પણ ગમે નહીં. કોઈ ફરિયાદ નથી પણ વિચાર આવે છે એ હકીકત છે. થોડાં વર્ષોમાં દીકરો મોટો થઈ જશે પછી શું મારે એ કહે એમ જીવવાનું?
રીમાએ એક વાત નક્કી કરી કે, દીકરો મોટો થશે, ભણવાનું પૂરું કરે, કમાવા માંડે, પરણી જાય પછી એને જુદો કરી દેવો. સાથે રાખવાનો કે એક ઘરમાં રહેવાનો મોહ એને નથી રાખવો. જે રિયાલિટી એ ફેસ કરે છે એમાંથી એની વહુને એણે નથી પસાર થવા દેવી.
તો અત્યાર સુધીની મારી જિદંગીમાં હું મારાં માટે ક્યારે જીવી? મેં મારાં દિલને ખુશી મળે એવું ક્યારે કર્યું? હંમેશાં બધાનો વિચાર કરીને જ જીવી છું. એક નહીં અનેક બાબતોએ મેં મારી જાત સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું છે. જાતને સમજાવી છે. અમે લોકો ફરવા જઈએ કે સિનેમા જોવા જઈએ બધાં જ સાથે જઈએ છીએ. મારા જીવનસાથી સાથે મને મારી રીતે જિંદગી માણવાનો મોકો જ નથી મળ્યો.
આટલાં વરસ આ રીતે જીવીને રીમાએ એક વાત નક્કી કરી છે. રીમાએ એનો નિર્ણય પતિને કહ્યો ત્યારે બંનેને બહુ દલીલો થઈ. છેવટે એનો પતિ પણ આ વાત માટે માની ગયો.
રીમાએ એક વાત નક્કી કરી કે, દીકરો મોટો થશે ભણવાનું પૂરું કરે, કમાવા માંડે, પરણી જાય પછી એને જુદો કરી દેવો. સાથે રાખવાનો કે એક ઘરમાં રહેવાનો મોહ મારે નથી રાખવો. જે રિયાલિટી હું ફેસ કરું છું એમાંથી મારી વહુને મારે નથી પસાર થવા દેવી. જેમ હું અનેક સપનાઓ જોઈને આવી હતી એમ એ પણ ઘણાં અરમાનો સજાવીને આવશે. એના ઉપર મારે કોઈ બંધનો કે મર્યાદાના નિયમને નથી ઠોકી બેસાડવા.
અપેક્ષાઓ રાખીએ છીએ ત્યારે જ તો આપણને ખરાબ લાગે છે, ઓછું આવી જાય છે. રીમાના કેસમાં એને એના દીકરા પાસેથી એવી કોઈ અપેક્ષા જ નથી કે દીકરો કહ્યાગરો બનીને એનું ધ્યાન રાખે અને એક ઘરમાં રહે. સાસુ-સસરાની સેવામાંથી કે એમનું કામ કરવાની જવાબદારીમાંથી છટકવાની વાત પણ નથી.
એનાં કરતાં પણ સૌથી મહત્વની વાત જીવનમાં જ્યારે પણ અને કોઈ પણ ઉંમરે ફક્ત હું અને મારો જીવનસાથી એકલાં રહી શકીએ એવા જીવનની મને ઝંખના છે. કદાચ કોઈને રીમાની વાત અને વિચારવાની રીત સ્વાર્થી લાગશે. કોઈ એવું પણ કહેશે કે, રીમા તેનાં સાસુ-સસરાની વિદાયની રાહ જોઈ રહી છે. કોઈનો મત એવો પણ હશે કે, દરેક વખતે નવી પેઢીને સહન કરવાનું આવે છે. એક પેઢી પોતાની રીતે જીવે ત્યાં બીજી પેઢી મોટી થઈ જાય છે. બે જનરેશન વચ્ચેનો તાલમેલ ઘણી વખત બેસૂરો થઈ જાય ત્યારે સવાલો ખડા થાય છે.
અપેક્ષાઓ રાખીએ છીએ ત્યારે જ તો આપણને ખરાબ લાગે છે, ઓછું આવી જાય છે. રીમાના કેસમાં એને એના દીકરા પાસેથી એવી કોઈ અપેક્ષા જ નથી કે દીકરો કહ્યાગરો બનીને એનું ધ્યાન રાખે અને એક ઘરમાં રહે. સાસુ-સસરાની સેવામાંથી કે એમનું કામ કરવાની જવાબદારીમાંથી છટકવાની વાત પણ નથી. હકીકત એ પણ છે કે, ભવિષ્યની કોઈ જ ગેરંટી નથી હોતી કે શું થવાનું છે. કદાચ એવું પણ બને કે, આવનારા દિવસોમાં રીમા અને એના પતિની તબિયત સાથ ન દે, બેમાંથી કોઈ એકલું પડી જાય કે જીવનના કોઈ તબક્કે એમને દીકરાની જરૂર પણ પડી શકે. લાઈફમાં કદીય પોતાનું ધાર્યું નથી થવાનું. છતાંય જીવનશૈલી વિશે કે આવનારી જિંદગી વિશે વિચારો કરવામાં કંઈ ખોટું નથી.
તમે શું કહો છો, શું રીમાનો વિચાર બરોબર છે?
JU / KP
Reader's Feedback: