રાજકોટ સહીત દેશભરમાં આજે બુલિયન માર્કેટ અને સોની વેપારીઓ દ્વારા કસ્ટમ ડ્યુટીના વિરોધમાં હડતાલ પડી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે રાજકોટ સોની બજાર વેપારી એસોસિયેશન દ્વારા પણ આજે એક દિવસ ધંધા રોજગાર બંધ પાડીને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત સરકાર દ્વારા છેલ્લા 8 મહિનામાં સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી 2 ટકામાંથી વધારીને 10 ટકા કરી નાખવામાં આવતા સોની વેપારીઓ ભારે મુંઝવણ માં મુકાઈ ગયા છે. સરકાર દ્વારા સોના ઉપર ડ્યુટી વધારી દેતા સોનાનો વેપાર પડી ભાંગવા આવ્યો છે. ભારતમાં સોનું મોંઘુ થઇ ગયું છે.
ભારતમાં સોનાએ એક કિલોએ 3 થી 4 લાખ રૂપિયાનો તફાવત આવી રહ્યો છે,ત્યારે જો સરકાર આવી જ રીતે સોનાના વેપાર ઉપર મનઘડત કાયદાઓ લાગુ કરતી રહેશે તો દેશભરના સોનાના વેપાર સાથે સંકળાયેલા લોકોને ધંધો મૂકી દેવાની ફરજ પડશે.
સરકારી કાયદાના પાપે સોનાનો વ્યવસાય નષ્ટ થઇ જાય તેવી પરિસ્થિતિ ઉદભવી છે, ત્યારે સરકારી કાયદો પરત ખેચી લેવાની માંગ સાથે આજે દેશભરના સોની વેપારીઓ દ્વારા બંધ પાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.જેના પગલે રાજકોટની સોની બજાર પણ સજ્જડ બંધ રહી હતી અને બંધને ટેકો જાહેર કરી વિરોધ દર્શાવ્યો હતો.
JJ/RP
Reader's Feedback: